Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફાયર બ્રિગેડ કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓના સ્થાને ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ હરેન્દ્રસિંહ ચૌહાણને આપવામાં આવ્યો

ફાયર બ્રિગેડ કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓના સ્થાને ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ હરેન્દ્રસિંહ ચૌહાણને આપવામાં આવ્યો

વડોદરા ફાયર વિભાગમાં ફાયર બ્રિગેડ દ્વારા ખરીદી કૌભાંડ માં શંકાસ્પદ અધિકારીઓમાંથી એક એવા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને પોતાના પદ પરથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસર નો અગત્યનો ચાર્જ અનુભવી અને ગ્રાઉન્ડ ઝીરો પરથી ઉપર સુધી પહોંચેલા એવા કરમઠ ફાયર વિભાગના અધિકારી હરેન્દ્રસિંહ ચૌહાણને સોંપવામાં આવ્યો આજરોજ ચીફ ફાયર ઓફિસર નો ચાર્જ હરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સંભાળવામાં આવતા મીડિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે તેઓએ જ ગ્રાઉંડ જીરો પરથી કામ કરેલું છે તેઓ તમામ પ્રકારની પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે સક્ષમ છે પછી તે રાજકીય હોય કે સામાજિક પોતાના અનુભવને પોતાના કામગીરીમાં ઉપયોગ કરશે ફાયર ફાઈટર જીવના જોખમે પ્રજાની સેવા કરતા હોય છે ત્યારે ફાયર ફાઈટરો ની સેફટી માટે પ્રાથમિકતા આપશે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ને મળવા માટે વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરને મળ્યા બાદ ફાયર બ્રિગેડની ઓફિસમાં વિધિવત રીતે ચાર્જ સંભાળશે.

Related posts

આજ રોજ કલેકટર કચેરી ખાતે મંદિરો બચાવા અલંગ અલંગ સંસ્થાઓએ આવેદનપત્ર આપ્યું

admin

વડોદરા શહેરના એમ.જી.રોડ ઉપર આવેલા ચકાભાઇ જ્વેલર્સમાંથી એક ગઠ્યો સોનાની વીંટી લઈને ફરાર

admin

ન્રુત્ય વિભાગ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા દ્વારા “સયાજીરાવ નૃત્ય મહોત્સવ”નું આયોજન

admin

Leave a Comment