ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક છ કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ…….
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત – મેળવવા સમજ કરેલ જે અન્વયે વી.એન.તડવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, છોટાઉદેપુર જીલ્લાના કવાંટ પોલીસ સ્ટેશનમાં નોંધયેલ ઘરફોડ ચોરીના ગુનાના કામનો સદરી મીલીન ઉર્ફે રાહુલ કંચનભાઇ રાઠવા રહે-બુંજર પટેલ ફળીયા તા-કવાંટ જી-છોટાઉદેપુર નાઓ હાલ ડૉન બોસ્કો ચોકડી રોડ ઉપર ઉભેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા તેને કોર્ડન કરી પકડી પાડેલ તેમજ તેને અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી અલગ અલગ ચલણી દરની નોટો મળી છે કુલ.રૂ.૧૫,૦૦૦/- મળી આવેલ જેથી મળી આવેલ રોકડા બાબતે આધાર પુરાવા માંગતા તે પોતાની પાસે નહિ હોવનું જણાવી કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ અને તેના પાસેની કાપડની થેલી તપાસતા લોખંડની હથોડી તથા સળીયો મળી આવેલ જેથી સદર પકડાયેલ ઇસમને વિશ્વાસમાં લઇ યુક્તિ-પ્રતિયુક્તિ થી પૂછપરછ કરતા ઉપરોક્ત રોકડા આજથી એકાદ મહિના પહેલા કવાંટ ખાતે રામનગર સોસાયટીના બંધ મકાનમાં પહેલા માળે લોખંડની જાળી તોડી ચોરી કરેલાનુ કબુલેલ તેમજ પંદર દિવસ પહેલા કવાંટ ગામે જ આવેલ છ ગાયત્રીનગર સોસાયટી માં મકાન તોડી ચોરીનો પ્રયાસ કરેલ પરંતુ કોઇ વસ્તુ ઘરમાંથી મળી આવેલ ન હોવાનુ જણાવતા કવાંટ પોલીસ સ્ટેશન ખાત્રી કરતા ઉપર મુજબની બે ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલ હોય જેથી પકડાયેલ ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫(૧)(8) મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે કવાંટ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

