ગણેશોત્સવમાં વિસર્જન દરમિયાન પોલીસ બંદોબસ્ત માટેની વ્યવસ્થા અંગે પોલીસ કમિશ્નર અને જોઈન્ટ પોલીસ કમિશ્નર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
પત્રકાર પરિષદમાં પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર એ જણાવ્યું હતું કે આવતીકાલે ગણેશ ઉત્સવના સાતમા દિવસે જુનીગઢી સહિતના શ્રીજી વિસર્જન ને લઈને વડોદરા શહેર પોલીસે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે આજે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર એ પત્રકાર પરિષદ સંબોધી મીડિયા માધ્યમોને આ અંગેની માહિતી પૂરી પાડી હતી. કોમારે જણાવ્યું હતું કે વડોદરા શહેર પોલીસ ઉપરાંત કેન્દ્ર અને રાજ્યના રિઝર્વડ પોલીસ ફોર્સ અને રેપિડ એક્શન ફોર્સ મળી કુલ નવ કંપનીઓ બંદોબસ્ત માટે તેનાત રહેશે આ ઉપરાંત એસપી કક્ષાના ચાર અને ડીવાયએસપી પોલીસી ઇન્સ્પેક્ટર અને પીએસઆઇ કક્ષાના વડોદરા બહારના અધિકારીઓ પણ પોલીસ બંદોબસ્તમાં જોડાશે, યાત્રાઓને ધ્યાને રાખી ડીપ પોઇન્ટ ધાબા પોઇન્ટ અને મુવીંગ બંદોબસ્ત ની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ ટેકનોલોજી ટુલ્સ નો પણ ઉપયોગ કરી ડ્રોન કેમેરા સીસીટીવી કેમેરા અને સ્માર્ટ સિટીના કેમેરાથી સતત નજર રાખશે.

