Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા રંગપુર નાકા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૭,૪૯,૨૫૦/- તથા પીકઅપ વાહન તેમજ બે મોબાઈલ સાથે કુલ કિ.રૂ.૧૪,૫૯,૨૫૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

ઇમતીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના અમલદાર નાઓને પ્રોહીની પ્રવુતી તેમજ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.

જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર એ.આર. પ્રજાપતિ નાઓ પોલીસ સ્ટાફ સાથે છોટાઉદેપુર રંગપુર નાકા પાસે નગરપાલીકાની ચુટણી સંદર્ભે વાહન ચેકીંગની કામગીરીમાં હતા દરમ્યાન એક મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી જેનો રજી.નંબર MP-69-G-1076 ની આવતા તેના પર શંકા જતા તેની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પ્લાસ્ટીકના ક્વાટરીયાની પેટી નંગ-૧૧૧ કુલ બોટલ નંગ-૫૫૫૦ ની કુલ કિં.રૂ.૭,૪૯,૨૫૦/- તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ મહિન્દ્રા કંપનીની બોલેરો પીકઅપની કિં.રૂ.૭,૦૦,૦૦૦/- તથા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૪,૫૯,૨૫૦/-ના મુદામાલ સાથે બે આરોપીઓ ગોરધનભાઇ કેરમીયાભાઇ જાતે બામણીયા અને પારસીંગભાઇ દુરસીંગભાઇ જાતે રાઠવાને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

સિંગલાજા(મીઠીબોર) ગામે કિંમત રૂપીયા. ૮,૮૨,૪૮૦/- ના પ્રોહી મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ઝોઝ પોલીસ

admin

છોટાઉદેપુર તાલુકા પંચાયતના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી,સાંસદ,ધારાસભ્ય સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

રેતી ભરેલા ટ્રેકટરે આંગણે રમતી નાની બાળકીનો જીવ લઈ લીધો

admin

Leave a Comment