41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ચેતન બાલવાડી લેબોટરી નર્સરી સ્કૂલના બાળકોને જૂના વાજિંત્રોની માહિતી આપવામાં આવી

વડોદરા શહેરના વેરાઈ માટે ચોક ખાતે આવેલ બી.સી. મિસ્ત્રી એન્ડ સન્સ ખાતે આજે ચેતન બાલવાડી લેબોટરી નર્સરી સ્કૂલના 35થી વધુ બાળકો માટે શૈક્ષણિક અને રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બાળકોને વીણા, ઢોલ, વાંસળી, હાર્મોનિયમ સહિતના વિવિધ વાજિંત્રોની ઓળખ અને ઉપયોગ અંગે સરળ રીતે સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં ખાસ કરીને વીણા, વાંસળી અને મૃદંગ જેવા પરંપરાગત અને જૂના વાજિંત્રો કેવી રીતે બનાવવામાં આવે છે તથા તે કેવી રીતે વગાડવામાં આવે છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કેટલાક બાળકોને વાજિંત્રોના નામ પહેલેથી જ જાણીતા હતા અને તેમણે ઉત્સાહપૂર્વક તેના નામો બોલી બતાવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ટીવી સીરિયલોમાં જોયેલા વાજિંત્રોને સામે જોઈને બાળકો ખૂબ જ ખુશ અને આનંદિત થયા હતા. શૈક્ષણિક સાથે સંસ્કૃતિની ઓળખ કરાવતો આ કાર્યક્રમ બાળકો માટે યાદગાર બની રહ્યો હતો.

Related posts

બે જૂથ વચ્ચે અથડામણ:પ્રતાપનગરમાં કુખ્યાત બૂટલેગરો બેફામ, દારૂના ધંધામાં લોહિયાળ ગેંગવોર

admin

VMC આવાસ ડ્રો બાદ સ્થાયી સમિતિ અધ્યક્ષની સ્થળ મુલાકાત, ગેરસમજ અંગે સ્પષ્ટતા

admin

સાઈ શક્તિ સેવા ગ્રુપના ૫ વર્ષ પૂર્ણ, ૬માં વર્ષે પ્રવેશ સાથે SSG હોસ્પિટલમાં સાઈ પ્રશાદી અન્નક્ષેત્ર સેવાનો શુભ આરંભ

admin

Leave a Comment