33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

‘સંપૂર્ણતા અભિયાન’ નો પ્રારંભ કરાવતા છોટાઉદેપુર કલેક્ટર અનિલ ધામેલીયા

સો ટકા સેચ્યુરેશનને હાંસલ કરવા અધિકારીઓને રચનાત્મક સૂચનો આપીને માર્ગદર્શિત કરતા કલેક્ટર

કલેક્ટર અનિલ ધામેલીયાએ નસવાડી તાલુકા સ્થિત કન્યા સાક્ષરતા શાળા ખાતે સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે, નીતિ આયોગ દ્વારા આકાંક્ષી જિલ્લા-તાલુકામાં શિક્ષણ, પોષણ, ખેતી-પશુપાલન, આરોગ્ય અને સામાજિક વિકાસને કેન્દ્રમાં રાખીને મહત્વના છ ઇન્ડિકેટર્સ ઉપર વિશેષ ભાર અપાયો છે. જેમાં પ્રજા-તંત્રની સહભાગીદારી સુનિશ્ચિત કરીને આ ઇન્ડિકેટર્સને સો ટકા સેન્ચ્યુરેશન સુધી લઈ જવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મીઓને કેટલાંક રચનાત્મક સૂચનો આપીને માર્ગદર્શિત કર્યા હતા.

આ પ્રસંગે કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અંતર્ગત ૩ ગ્રામ સંગઠનને ૪૫ લાખની સહાય, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૧૦ લાભાર્થીઓને દીકરી વધામણાં સહાય કીટ તથા વ્હાલી દીકરી સહાયના ૧૧ લાખના મંજૂરી હુકમ એનાયત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સગર્ભા-ધાત્રી માતા, કિશોરીઓ, બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ટેક હોમ રેશન – માતૃશક્તિ, પૂર્ણા શક્તિ અને બાળ શક્તિના પેકેટમાંથી અનેકવિધ વાનગીઓ તૈયાર કરીને કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને જાગૃત કરાયા હતા.
આ પ્રસંગે નીતિ આયોગ દિલ્હીની પ્રતિનિધિ.અરુણાભ દે, જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર, જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ, ગ્રામ વિકાસ નિયામક કે.ડી. ભગત, તાલુકા પંચાયત પ્રમુખ, સ્થાનિક પદાધિકારીઓ, અધિકારી-કર્મીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

છોટાઉદેપુર તાલુકાના વસેડી ક્લસ્ટરની પ્રાથમિક શાળાઓ દ્વારા આયોજિત સી.આર.સી કક્ષાના વાર્ષિક ઉત્સવ 2025 અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ

admin

તકેદારી આયુકત સંગીતાસિંહના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તરેદારી સમિતિની સમીક્ષા બેઠક મળી

admin

સંખેડા ખાતે ઓરસગ ટ્રેડિંગના ગ્રાઉન્ડમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાંભડવા લોકો ઉમટી પડ્યા

admin

Leave a Comment