ચુડા પીએસઆઇ એચ એચ જાડેજા અને પોલીસ ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તથા પૂછપરછમાં ચચાણા ગામે માલધારીના ઘરમાં થયેલી ચોરીમાં ધોળકાનો રીઢો ગુનેગાર પૂનમ ઉર્ફે પુણ્ય ઠાકોરની સંડોવણી બહાર આવી હતી.
જે આધારે ચુડા તાલુકાના અચારડા ગામના પાટીયા પાસે બાઈક લઈને પસાર થયેલા પૂનમ ઉર્ફે પુણ્ય ઠાકોરને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી 1.610 કિલો ચાંદીના દાગીના ₹60,000 રોકડ રકમ અને બાઈક કબ્જે જમી લીધું હતું.
પૂનમ ઉર્ફે પુનિયાએ કબુલાત કરતાં જણાવ્યું હતું કે ચચાણા ગામે કરેલી ચોરીના દાગીના તેની પત્ની હકુ સહિત રમેશ ઠાકોર અને સોનલ ઠાકોરને આપ્યા હતા.આ ત્રણેયે સોનાના દાગીના અમદાવાદ ખાતે માણેકચોકમાં વેચ્યા હોવાની માહિતી મળી હતી.
ત્યારે ચુડા પોલીસ દ્વારા ત્રણેય આરોપી અને સોનાના દાગીના કબજે કરવા કવાયત હાથ ધરી છે.
ચુડા પીએસઆઇ જે જે જાડેજા તથા તેમની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં તથા અમદાવાદ ગ્રામ્ય,ખેડા,બોટાદ, મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરી તરખાટ મચાવનાર મુખ્ય આરોપી પુનમ ઉર્ફે પુનીયા ઠાકોરને ઝડપી પાડી ચચાણા માલધારીના ઘરમાં ચોરીનો અસલ મુદામાલ રીકવર કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આરોપી પુનીયો પોલીસ સમક્ષ એક પછી એક ગુનાઓની કબુલાત કરી હતી. પૂનમ ઉર્ફે પુનીયો ઠાકોર સામે 20 જેટલી પોલીસ ફરિયાદ નોંધાય છે.વધુ તપાસ ચુડા પીએસઆઇ જે જે જાડેજા ચલાવી રહ્યા છે.
ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર

