Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદરની એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો તિલક અને મીઠાઈ સાથે પરીક્ષાનો પ્રારંભ

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. તે અનુસંધાને વિસાવદર તાલુકામાં કુલ પાંચ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેમાં Apollo International School ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભેર અને શુભ માહોલમાં પરીક્ષાની શરૂઆત કરવામાં આવી હતી.

પરીક્ષાના પ્રથમ દિવસે સ્કૂલની શિક્ષિકા બહેનો દ્વારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને કંકુ-કુમકુમના ચાંદલા કરી અને મીઠું મોઢું કરાવી આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પરંપરાગત સ્વાગતથી વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

સ્કૂલના સ્થળ સંચાલક અધિકારીએ જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ઉભી ન થાય તે માટે શિક્ષક સ્ટાફ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ અને અનુકૂળ વાતાવરણ મળી રહે તેમજ તેઓ નિરાંતે પરીક્ષા આપી શકે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

પરીક્ષા શરૂ થાય તે પહેલા જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આમ, વિસાવદર ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો શુભ અને સુચારુ પ્રારંભ થયો હોવાનું દ્રશ્ય જોવા મળ્યું હતું.

Related posts

વિસાવદર લાયન્સ કલબના વર્ષ ૨૦૨૫/૨૬ ના હોદેદારોનો શપથગ્રહણ સમારોહ “રમ્ય પ્લસ” સંપન્ન.

admin

શ્રી માધવ ક્રેડિટ કોપ્રેટીવ સોસાયટી જૂનાગઢની વિસાવદર શાખા દ્વારા આંતરરાટ્રિય સહકારીતા વર્ષની ઉજવણી.

admin

વિસાવદરમા દિવ્યાંગ વ્યક્તિઓને વિનામૂલ્યે લાકડી તથા વોકરનું વિતરણ કરાયું

admin

Leave a Comment