35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

કોંગ્રેસના કાર્યકરોએ સહી ઝુંબેશનો કાર્યક્રમની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરી

છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઇ નદી નાળા ને ભારે નુકશાન થયું છે. લોકોને અવર જવર કરવા માટે લોકોને હાલકી પડી રહી છે. વિકાસના કામો પણ અધૂરા હોઈ તેને લઇ લોકોને હાલાકી પડી રહી છે.તેવા મુદ્દા સાથે કોંગ્રેસના કાર્યકરોએ સહી ઝુંબેશનો કાર્યક્રમ કરી લોકોમાં જાગૃતતા આવી અને લોકોની સમસ્યા દૂર થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તે માટે સરકાર નું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવ માં આવી રહ્યો છે.

  રાજ્યમાં પડેલા ભારે વરસાદને લઇ ભારે નુકશાની વેઠવાનો વારો લોકોને આવ્યો. ત્યારે છોટાઉદેપુર જિલ્લો પણ બાકાત નથી રહ્યો. ભારે વરસાદને લઇ નદી પર નાળાનું અને બ્રીજોનું ભારે નુકશાન થયું છે.છોટાઉદેપુર જિલ્લા માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 56 કે જે પાવીજેતપુર તાલુકા માંથી પસાર થઈ રહ્યો છે. આ જ માર્ગ ઉપર ભારજ નદી ઉપરનો બ્રિજ ગયા વર્ષે નદીમાં પુર આવવવાથી બે પાયા બેસી ગયા હતા. જે બ્રિજ ભારજ નદીમાં ભારે પાણી આવવવાંથી બે ભાગમાં વહેચાઈ ગયો. જેથી હવે આ બ્રિજ પરથી રાહદારીઓ માટે અવર જવર કરવા માટે બંધ કરવામાં આવ્યો છે.માર્ગ બંધ થતા હવે લોકોને 30થી કિમીનો ફેરવો લગાવવા નો વારો આવ્યો છે. 

ગયા વર્ષે બ્રિજના બે પાયા બેસી જતા ગયા વર્ષે તંત્ર તરફ થી ડાયવર્જન 2.39 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો પણ ફક્ત ચાર માસ માં વરસાદી પાણી માં ડાયવર્જન પાણીમાં વહી ગયું . સરકાર ના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા. આવા અનેક જગ્યા એ બ્રિજો આવેલ છે. તે બ્રીજોનું આયુષ્ય પૂરું થયું છે..જે પણ જોખમી બની ગયા ગયા છે. કેટલાક કોજવે પણ ધોવાયા હોઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિકાસ લક્ષી કેટલીક સેવાનો પણ અભાવ એમ વિધાન સભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું. આદિવાસી અગ્રણી પ્રો.અર્જૂન રાઠવાએ સરકાર પર આક્ષેપો લગાવી રહ્યા છે .આદિજાતિ વિભાગની શાળામાં અભ્યાસ કરતા બાળકો ને યોગ્ય અને પોષણ સમ આહાર આપવામાં આવ્યો નથી. બાળકોને સાયકલો આપવાની યોજનાથી બાળકો વંચિત રહ્યા છે. અને તે સાયકલો કાટ ખાઈ રહી છે.તેવા અનેક મુદ્દાને લઇ સરકારના કાન ખોલવા માટે આજ રોજ સહી અભ્યાન કોંગ્રેસ તરફ થી ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં રાહદારઓ પૂરી સંમતિ આપી રહ્યા છે.

Related posts

15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે એ.સી.બી પોલીસ સ્ટેશન છોટાઉદેપુર ખાતે ફરિયાદીઓનું સન્માન કરવામાં આવ્યું તથા ભ્રષ્ટાચાર નિવારણ અંતર્ગત જન જાગૃતિ રેલીનુ આયોજન કરવામાં આવ્યું.

admin

છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાવાનો મામલે ત્રણ કલાકની જહેમત બાદ યુવતીને રેસેક્યુ કરી બહાર કઢાઈ

admin

છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો ઝીરો બજેટ પ્રાકૃતિક કૃષિ અપનાવીને બની રહ્યા છે આર્થિક રીતે સધ્ધર

admin

Leave a Comment