આમ તો, વડોદરામાં રસ્તાઓ બેસી જવા , માર્ગો પર ભુવા પડવા સામાન્ય બાબત બની ગઈ છે. વગર વરસાદે પણ આવી પરિસ્થિઓ ઉદભવતી હોય છે. હાલ વરસાદ રોકાયા બાદ વડોદરામાં ભુવા પડવાની ઘટનાઓ વધી છે. અને ભૂવા નગરી વડોદરામાં ભૂવાઓ પડવાનો સિલસિલો અટકવાનું નામ લેતું નથી. મુજમહુડા ખાતે વૃક્ષના તળિયે ભુવો પડતા વૃક્ષ મુખ્ય માર્ગ પર નમી ગયું હતું. મહેસાણા નગર રીલાયંન્સ ફ્રેશ પાસે ભુવો પડ્યો છે. સ્ટેશનથી નવાયાર્ડ તરફના માર્ગ ઉપર પણ ભુવો પડ્યો છે. તો બીજીતરફ પાલિકા દ્વારા ગોકળગતિએ ચાલતી કામગીરી જોવા મળી છે.

