Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીમાં સહકારિતા સ્નેહમિલન સમારંભ યોજાયો — આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન-2025 માટે જનજાગૃતિ

સાવલીની APMC ખાતે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સહકારિતા સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપાના જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાવલી-ડેસર તાલુકાના અગ્રણીઓ, જનપ્રતિનિધિઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા “સહકારથી સમૃદ્ધિ” અને “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી” માટે ચાલી રહેલા જનજાગૃતિ અભિયાનને વધુ વેગ આપવા આ કાર્યક્રમ મહત્વનો રહ્યો હતો. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન–2025 અંતર્ગત દેશી ઉત્પાદન, સ્વદેશી ચીજવસ્તુઓનો પ્રચાર અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવવાના સંદેશ પર ભાર મુકાયો હતો.

કાર્યક્રમમાં ધારાસભ્ય કેતન ઇનામદાર, APMC ચેરમેન અને સદસ્યો, બરોડા ડેરીના ડિરેક્ટરો, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકા પ્રમુખ તથા ભાજપાના નગર-તાલુકા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

હાજર મહાનુભાવોએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગને અપનાવવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાની હાકલ કરી હતી.

Related posts

IOCLમાં બ્લાસ્ટ સાથે આગ મુદ્દે તપાસ તેજ કરવામાં તપાસ સમિતિએ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા

admin

ડભોઈ કરનેટ પાસે ઓરસંગ નદીમાં લીલનો ઉપદ્રવ, પશુ-પંખીઓ પાણી માટે તરસે

admin

વિશ્વામિત્રી ખાતે આવેલ પાણીની નલિકામાં ભંગાણ સર્જાતા વિસ્તારના નાગરિકોને પીવાના પાણી માટે વલખા મારવા પડ્યા હતા…

admin

Leave a Comment