39.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
Uncategorized

પૂર પીડીતોની વ્હારે ડભોઇ દશાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા

કુદરત રૂઠે પલ વારમાં મસ્ત માનવ શું કરે, એમ વડોદરામાં બારે મેઘા ખાંગા ભારે વરસાદને કારણે આમ જનતા કફોડી સ્થિતિમાં જોવા મળી રહી છે. પણ માનવતા હજુ મરી પરવારી નથી .એમ‌ ડભોઇ દશાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા, ડભોઇ જ્ઞાતિગૃહ ના સંયુક્ત ઉપક્રમે માટે ૭૦૦થી વધુ ફૂડ પેકેટો પૂરી, શાક અને પાણીના બોટલો સમાજ ના પ્રમુખ, ભવનના હોદ્દેદારો કારોબારી સદસ્યો મીડિયા કમિટી સભ્યો ટ્રેક્ટર અને ગાડીઓ સાથે વાઘોડિયા સોમા તળાવ રીંગરોડ પર પીતાંબર સોસાયટીમાં સ્લમ વિસ્તારમાં અને તરસાલી બ્રિજની નીચે અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂમાં જઈને જરૂરિયાત મંદોને હાથો હાથ ફૂડ પેકેટ અને પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવતા માનવ માનવી થાય એ ઉક્તિ, વૈષ્ણવજન જેને કહીએ પર પીડાઈ જાણે રે ,એ ઉક્તિને સાર્થક કરતા ડભોઇ દશાલાડ સમાજ ટ્રસ્ટ અને જ્ઞાતિ ભવન હોદ્દેદારો પૂર પીડીતોની વ્હારે આવતા માનવતાની મહેક પ્રસરી જવા પામી.

Related posts

વડોદરા ખાતે મોમ્સ ઓફ વડોદરા સંસ્થા દ્વારા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે ધ પિંક પાવર રન યોજવામાં આવી

admin

વિશ્વામિત્રી નદીની ઝાડીમાં છુપાવેલા આઠ ગેસ સિલિન્ડર મળી આવ્યા

admin

આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરતા છોટાઉદેપુરના બોડી બિલ્ડર હુમાયુ મકરાણી દુબઇ ખાતે યોજાયેલી ICN PRO MEN’S PHYSIQUEમાં ઓવરઓલ ટાઇટલ જીતનાર ભારતના પ્રથમ ખેલાડી બન્યા.

admin

Leave a Comment