40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારી : હીરા ભાગોળ પાસે હજારો ગેલન શુદ્ધ પાણીનો વેડફાટ

ડભોઈ એક તરફ રાજ્ય સરકાર જળ એજ જીવન’ અને ‘પાણી બચાવો’ ના મોટા-મોટા બૅનરો લગાવી પ્રચાર કરી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઈ નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીને કારણે રોજનું હજારો ગેલન પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે ડભોઈના હીરા ભાગોળ બહાર કરનેટ રોડ પર નર્મદા નિગમની કેનાલ પાસેથી પસાર થતી નગરપાલિકાની મુખ્ય પીવાના પાણીની પાઈપલાઈનમાં છેલ્લા ઘણા સમયથી મોટું ભંગાણ પડ્યું છે. આ લીકેજને કારણે ચોવીસ કલાક હજારો ગેલન શુદ્ધ પાણી વેડફાઈને કેનાલ અને ગટરમાં જઈ રહ્યું. છે.નગરપાલિકાની બેધારી નીતિ
​સ્થાનિક લોકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છેવિરોધાભાસ એ વાતનો છે કે:
​એક તરફ તંગીડભોઈના અનેક વિસ્તારોમાં રહીશો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે અને અપૂરતા પાણી પુરવઠાને કારણે કકળાટ જોવા મળી રહ્યો છે

બીજી તરફ વેડફાટ: મુખ્ય લાઈનમાં ભંગાણ હોવા છતાં પાલિકા તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી.
​તંત્રની ઉદાસીનતા સામે સવાલસ્થાનિકોનો આક્ષેપ છે કે આ લાઈન ઘણા સમયથી લીકેજ છે અને તંત્રને જાણ હોવા છતાં તેનું રિપેરીંગ કામ હાથ ધરવામાં આવતું નથી. આ માત્ર પાણીનો વેડફાટ નથી પણ જનતાના ટેક્સના પૈસાનો પણ ધુમાડો છે. જો વહેલી તકે આ પાઈપલાઈનનું ચોક્કસ રિપેરીંગ કરવામાં નહીં આવે, તો ઉનાળાની શરૂઆતમાં જ શહેરમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે છે હીરા ભાગોળ બહાર, કરનેટ રોડ, નર્મદા કેનાલ પાસે પીવાની પાઈપલાઈનમાં ભંગાણહજારો ગેલન શુદ્ધ પાણીનો વ્યય સત્તાધીશો જાગે અને તાત્કાલિક ધોરણે મજબૂત રિપેરીંગ કામગીરી કરે તેવી માંગ ઉઠવા પામી છે

Related posts

વડોદરાના સમા, છાણી જવાહર નગરના વધુ ત્રણ ગેરકાયદે ઢોર વાડાનો સફાયો

admin

વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ખુલ્લા કાસની સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું

admin

બોલ્ટ ખોલ્યો કે,ટેમ્પામાંથી દારૂની બોટલોનો ઢગલો થયો..

admin

Leave a Comment