ડભોઈએ ભાઈ જરા દેખ કે ચલો…” આ ગીત અત્યારે ડભોઈ તાલુકાના પલાસવાડા ફાટક પરથી પસાર થતા મુસાફરો માટે હકીકત બની ગયું છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાણોદ, કરનાળી, પોઈચા અને રાજપીપળાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલું આ ફાટક અત્યારે હજારો લોકો માટે મોટી મુસીબત સાબિત થઈ રહ્યું છે મુખ્ય સમસ્યાઓ જે પ્રજા ભોગવી રહી છે
વગર ટ્રેને ફાટક બંધ ટ્રેન આવવાનો કોઈ સમય ન હોવા છતાં કલાકો સુધી ફાટક બંધ રાખવામાં આવે છે ૩ કિમી સુધીની લાંબી લાઈનો: ફાટક બંધ થવાને કારણે રસ્તાની બંને બાજુ ૩ કિલોમીટર જેટલી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી જોખમી અવરજવર: કંટાળેલા બાઈક ચાલકો બંધ ફાટક નીચેથી જોખમી રીતે પોતાના વાહનો નીકાળી રહ્યા છે, જે ગંભીર અકસ્માતને આમંત્રણ આપી શકે છેતંત્રનો લૂલો બચાવ: જ્યારે ફાટક પરના કર્મચારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આગળથી લોક થઈ ગયું છે તેમ કહીને પોતાની જવાબદારીમાંથી પલ્લું ઝાટકી લીધું હતું મુસાફરો અને ધંધાર્થીઓની હાલાકી
આ માર્ગ પ્રવાસન અને વેપારની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો છે. નોકરી-ધંધા પર જતા સ્થાનિકો, સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ અને ઈમરજન્સી સેવાઓ આ ટ્રાફિક જામમાં ફસાઈ રહી છે. એક તરફ સરકાર સારા રસ્તાઓ બનાવીને રાહત આપે છે, તો બીજી તરફ રેલ્વે તંત્રના મનસ્વી આયોજનને કારણે લોકોના કલાકો બગડી રહ્યા છે લોક માંગ પલાસવાડા ફાટક પર વારંવાર સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર દ્વારા કોઈ નક્કર આયોજન કરવામાં આવે ઓવરબ્રિજ નું કામ વહેલી તકે ચાલુ કરી અને વાહન ચાલકોને રાહત થઈ શકે રોડ ડબલ કરી દીધો છે પણ છતાં પણ કોઈ સમસ્યાનો નિકાલ નહીં

