દાહોદ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. જેમાં છત્તીસગઢના મુગેલીથી ગત 26 ફેબ્રુઆરીએ ડમ્પર ચોરી થયુ હતુ. તેમાં દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ડમ્પર સહીત બે ઇસમોને ઝડપી પાડયા છે. અંવિતા હોટલ નજીક એક ફોર વ્હીલર ગાડીમા એક શંકાસ્પદ ઇસમનો પીછો કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. તેમાં હરીયાણાના બે ઇસમો સહીત દાહોદ LCBએ ડમ્પર કબજે કયુઁ છે.

