40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકાના રોજમદારી સફાઈ સેવક ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી

વડોદરા મહાનગરપાલિકાના રોજમદારી સફાઈ સેવક તરીકે ફરજ બજાવતા આજવા રોડ શિવમ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય પિયુષ સોલંકીએ આજે ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર બનાવા અંગે બાપોદ પોલીસે મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિજનોનો આક્ષેપ છે કે મૃતક પિયુષ સોલંકીના પત્ની તેમજ સસરા તેને ત્રાસ આપતા હતા અને વારંવાર પોલીસમાં અરજી અને ફરિયાદ પણ કરતા હતા જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો માની રહ્યા છે સાથે પરિજનોએ મીડિયા સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે મૃતકના સસરા બાપોદ પોલીસ મથકમાં સફાઈ કામ કરતા હોવાથી પોલીસ ની મદદ લઈ તેને ત્રાસ આપવામાં આવતો હોવાના પણ આક્ષેપો કર્યા હતા જેથી કંટાળીને આ પગલું મળ્યું હોવાનું જણાવ્યું હતું.

Related posts

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત આગામી નાણાકીય વર્ષ 2025 26 અંદાજપત્ર રજુ કરતા સંકલન અને તૈયારીઓ નો અભાવ જોવા મળ્યો…

admin

વડોદરા શહેર હાથીખાનામાં બાળ મજૂરી કરાવનારા બે દુકાન સંચાલકોની ધરપકડ કરાઈ

admin

ડભોઇ તાલુકાના તેનતલાવ નર્મદા કેનાલમાં એક યુવાનના લાપતા 48 કલાક બાદ તેની ડેટ બોડી

admin

Leave a Comment