Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સંરક્ષણ ગૃહમાં ઉછરેલી દીકરીના ધામધૂમથી લગ્ન, ધારાસભ્યે પિતાની ભૂમિકા ભજવી

વડોદરાના નિઝામપુરા સ્થિત સરકારી નારી સંરક્ષણ ગૃહમાં એક અત્યંત પ્રેરણાદાયી અને ભાવુક પ્રસંગ જોવા મળ્યો. સંસ્થામાં ઉછરેલી દીકરી ‘દીપા’ ના લગ્ન પ્રસંગે સમાજ અને વહીવટીતંત્રના લોકોએ જે રીતે સાથ આપ્યો અને ધામધૂમથી લગ્ન થયા

વડોદરાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાએ પિતાની ભૂમિકા ભજવીને દીકરી દીપાનું કન્યાદાન કર્યું હતું. 6 વર્ષની નાની ઉંમરથી નારી સંરક્ષણ ગૃહમાં રહેતી દીપાને એક દીકરીની જેમ સાસરે વળાવીને તેમણે સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.દીકરીના આશીર્વાદ આપવા માટે વડોદરાના અનેક ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી આ પ્રસંગ યાદગાર બની ગયો હતો,વડોદરા શહેર પોલીસ કમિશનર ડૉ. નરસિમ્હા કોમાર,વડોદરા કલેક્ટર અનિલ ધામેલીયા,ભાજપ પ્રમુખ જય પ્રકાશ સોની,પૂર્વ રાજ્ય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી,પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ કોર્પોરેટર અને સામાજિક સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા અને બંને જોડીને આશીર્વાદ આપ્યા હતા..

દીપા જ્યારે માત્ર 6 વર્ષની હતી ત્યારથી જ નિઝામપુરાના નારી સંરક્ષણ ગૃહમાં રહીને ઉછરી છે. સંસ્થા જ તેનો પરિવાર બની રહી હતી.દીપાના લગ્ન અમદાવાદના યુવક સાથે નિર્ધારિત થયા છે. એક અનાથ દીકરીને સનાથ કરવા માટે આખું વહીવટી તંત્ર પિયર પક્ષ બનીને ઊભું રહ્યું હતું.અને આજનો પ્રસંગ ખૂબ યાદગાર બનાવ્યો હતો..

Related posts

વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા મંગળ બજારમાં દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી

admin

હેર સલૂનમાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 4 શખ્સ ઝડપાયા

admin

વડોદરામાં 13 વર્ષની કિશોરી પર સામુહિક બળાત્કાર : સ્વજનોનો SSG હોસ્પિટલમાં હોબાળો

admin

Leave a Comment