વડોદરા શહેરના હરણી વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર બાબતે સ્થાનિક અને બિલ્ડર વચ્ચે વિવાદ સામે આવ્યો છે. આ મામલે સિદ્ધેશ્વર હાઈલાઈફના રહીશોએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં બાળકો રમતા હોય છે તથા અનેક કાર્યક્રમો રાખવામાં આવે છે. હવે સોસાયટીની દીવાલને અડી મધુવન ગ્રુપની નિર્મણાધીન સાઈટ ખાતે થાંભલાઓ ઉપર ત્રણ જેટલા ટ્રાન્સફોર્મર લાગે તો કરંટ લાગવાનો ભય સતાવે છે. જેથી અન્ય સ્થળે શિફ્ટ કરવા માંગ છે.

