સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે લીંબડી પંથકનાં 7 થી વધુ ગામોમાં કૉઝવે તુટતા કેટલાક ગામો બન્યા સંપર્ક વિહોણાં બન્યા છે..
લીંબડી તાલુકાનાં રામરાજપર થી જાંબુ જતાં વચ્ચે આવેલ કોઝવે ઉપર પાણી ફરી વળતા સંપર્ક તુટ્યો…
ઝાલાવાડમાં પ્રથમ વરસાદે જ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખતા નળકાંઠાનાં ગામડાઓમાં તારાજી સર્જી હતી..્
સુરેન્દ્રનગરનાં ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે ધોળીધજા અને નાયકા ડેમ ઓવરફલો થયા છે.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે..
નળકાંઠાનાં જાંબુ અને રામરાજપર વચ્ચેના કોઝવે પર ગળાડૂબ પાણી ફરી વળતાં જાંબુ,ભથાણ,પરાલી,રોજાસર, મુળ બાવળા,ભથાણ,પરનાળા, સહિતનાં ગામડાઓમાં હાલમાં સંપર્ક વિહોણા બન્યા છે…
નળકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ ઠેર ઠેર પાણી ભરાયા દ્રશ્યો સર્જાયા છે..
ભારે વરસાદને કારણે વિજ પુરવઠો ઠપ્પ થતાં પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી ત્યારે તંત્ર દોડતુ થયું હતું..

