Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્માર્ટ સિટીના પાલિકા તંત્ર તથા સ્માર્ટ શાશકોના પાપે નજીવા વરસાદમાં પણ શહેરના પૂર્વ વિસ્તાર એવા ખોડિયારનગરથી હાઇવે તરફના માર્ગે જળબંબાકારની સ્થિતિ

સામાજિક કાર્યકર દ્રારા તંત્રની પ્રિમોન્સુનની કામગીરી સામે આકરા સવાલો

શહેરમાં ગતરોજ રાત્રી દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં માત્ર અઢી ઇંચ જેટલા વરસાદમાં જ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડિયારનગરથી હાઇવે તરફ જવાના મુખ્ય માર્ગપર ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઇ ગયા હતા જેણે સ્માર્ટ સિટીની વાતો કરતા પાલિકા તંત્ર, શાશકોની પોલ ખોલી નાખી હતી. એક તરફ શહેરનું સ્માર્ટ પાલિકા તંત્ર તથા શાશકો, રાજકીય નેતાઓ અને સ્થાનિક કાઉન્સિલરો શહેરમાં પ્રિમોન્સુનની કામગીરી તથા સ્માર્ટ સિટીની વાતો તો કરે છે પરંતુ પ્રજાના ટેક્ષના નાણાંનો ફક્ત વેડફાટ અથવાતો ભ્રષ્ટાચાર માટે જ ઉપયોગ કરાતો હોય તેવું જણાય છે કારણ કે વેરો ભરતી જનતાને તો પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાને બદલે પાલિકા તંત્ર દ્વારા ફક્ત હાલાકી ઉઠાવવા તેઓના હાલ પર છોડી દીધાં હોય તેવું જણાય છે ત્યારે આજે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા સ્માર્ટ પાલિકા તંત્ર ના શાશકોની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

Related posts

વડોદરાના કાવડિયા નર્મદા કિનારે આવી પહોંચ્યા

admin

આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો

admin

કારગીલ વિજય દિવસ નિમિત્તે વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે કારગીલમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે રેલી કાઢવામાં આવી હતી.

admin

Leave a Comment