33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ નગરપાલિકા દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલની ખરીદી કરી લોકાર્પણ

ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઇ નગરની નાની અને સાંકડી ગલીઓ અને રસ્તાઓને ધ્યાને રાખી આખો કે અન્ય આકસ્મિક બનાવની પરિસ્થિતિમા લોકોને ઝડપથી સેવા પહોંચાડવા અર્થે “ઈમરજન્સી રિસ્પોન્સ વેહિકલ” ની ખરીદી કરવામાં આવી છે. જેના વાહનનું લોકાર્પણ ધારાસભ્યશ્રી શૈલેષભાઇ મેહતાના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, નાણાં પંચ ચેરમેન વિશાલ શાહ, નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર તેમજ ઈ. ચા. સ્ટેશન ફાયર ઓફિસર શ્રી અભિષેક શાંવત ખાસ ઉપસ્થિત રહ્યા. આ નવી ફાયરના વાહનની સુવિધા ડભોઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આપાત્કાલીન પરિસ્થિતિઓમાં ઝડપી બચાવ અને સહાય પૂરું પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઈમરજન્સી વાહનમાં તમામ આધુનિક ઉપકરણો સુજ્જ છે, જે આગ, અકસ્માત કે અન્ય પરિસ્થિતિઓમાં તરત જ કાર્યવાહી કરી શકે છે.

Related posts

વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે કાલે વીકલી રિવ્યું બેઠક બોલાવી

admin

વડોદરામાં ઘરનું સ્વપ્ન અધૂરું રહેતા એફોર્ડેબલ હાઉસિંગ કચેરીએ સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન

admin

વડોદરાના બીલ અર્બન રેસીડેન્સી ખાતે વુડા અધિકારીઓની સવારના સુમારે ઓચિંતી રેડ

admin

Leave a Comment