છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાણાકૂવા ગામે છ મકાનો માં આગ લાગતાં મકાનો ભસ્મી ભૂત થયા હતા. 11 દિવસ વીતી જવા છતાંય તંત્ર ના અધિકારીઓએ કેસડોલ જેવી સહાય ભોગ બનેલા પરીવારનો ને ના આપી.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાણાકુવા ગામે છ મકાનો આગ ની ચપેટ માં આવતા ઘરની તમામ ઘરવખરી સોનાચાંદી ના દાગીના રોકડ રકમ આગ માં ભસ્મી ભૂત થઈ ગઈ હતી. આ પરિવારો હાલ નીચે ધરતી અને ઉપર આકાશના સહારે જીવી રહ્યા છે. જ્યારે આગ લાગવાની ઘટના બની ત્યારે સમયસર ફાયર ફાઈતર ના આવતા ઘર માંથી કોઈ પણ વસ્તુ બચાવી શકાયયા ના હતા. જ્યારે 11 દિવસ વીતી જવા છતાંય તંત્ર ના અધિકારીઓએ આ પરીવારનો કેશડોલ ની સહાય પણ ચૂકવી નથી જ્યારે કેશ ડોલ ચુકવવા માટે આ પરિવારો પાસે આધારકાર્ડ. તેમજ રેશનકાર્ડ તંત્રના અધીકારીઓ માંગે છે. જ્યારે આ પરિવારો ના સમગ્ર ડોક્યુમેન્ટ આગમાં બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે આ પરિવાર ક્યાંથી ડોક્યુમેન્ટ લાવે જ્યારે હાલ આ પરિવારો એક બીજાના સહારે દિવસો વિતાવી રહ્યા છે. તંત્ર દ્વાર વહેલી તકે આ પરીવારને મદદ કરવામાં આવે તેવી માંગ ભોગ બનેલા પરીવારજનો કરી રહ્યા છે.

