32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડવાની દુર્ઘટનાના એક મહિના પછી પણ શાળામાં અભ્યાસ ન શરૂ કરતા વાલીઓનો પાલિકા ખાતે મ્યુ. કમિશનરને રજૂઆત

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં એક મહિના અગાઉ સ્લેબનો ભાગ તૂટી પડતા પાંચ વિદ્યાર્થીઓ ઇજાગ્રત થયા હતા. જે ઘટના બાદ જાણવાજોગ નોંધાયેલી ફરિયાદને લઈને શાળા ઈમારતને સીલ કરી દેવામાં આવી હતી. એક મહિનો વીત્યો છતાં પણ શાળા ઈમારતને શરૂ નહીં કરાતા શ્રી નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે. શ્રી નારાયણ વિદ્યાલયના ચાલુ ક્લાસરૂમમાં એકાએક દિવાલ ધરાશાયી થતાં પાંચ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાના બાદ ઇજાગ્રસ્ત બાળકના પિતા દ્વારા જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ વડોદરા મહાનગરપાલિકાએ શાળા ઇમારતને સીલ મારી દીધું હતું. ઇમારત સીલ થઈ જતા શાળા દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે વાલીઓની ફરિયાદ છે કે, ઓનલાઇન શિક્ષણમાં બાળકો ભણતા નથી અને જેના કારણે બાળકોનું ભાવિ જોખમમાં મુકાઈ રહ્યું છે.

વાલીઓ શાળા પાસેથી એલસી માંગી રહ્યા છે અને અન્યત્ર શાળામાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા કરવા માંગે છે પરંતુ શાળા સંચાલકો દ્વારા એલસી આપવામાં આવતી નથી. ત્યારે આજે વાલીઓ મ્યુ. કમિશનર ને રજૂઆત કરવામાં પહોંચ્યા હતા અને બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે મ્યુ. કમિશનર ને રજૂઆત કરવામાં આવી હતી

Related posts

ચોરોએ 2 વર્ષની બાળકી પર તલવાર મૂકી પરિવારને ડરાવી ચોરીને અંજામ આપ્યો

admin

પઠ્ઠાના ખાલી બોક્ષની આડમાં દારૂની હેરાફેરી !

admin

ડભોઇ તાલુકા ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિનની સરકારી અધૅસરકારી કચરીઓ અને શાળાઓ ખાતે શાનદાર આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી શૈલેષભાઇ મેહતા(સોટ્ટા )ના હસ્તે ઉજવણી કરવામાં આવી.

admin

Leave a Comment