27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
Uncategorized

શાળાના નામ બદલીમાં તંત્રની-ભૂલ ને લઈ સાવલી તાલુકાના ગ્રામજનો જિલ્લા પંચાયત ખાતે ઘણા પ્રદર્શન યોજ્યા

સાવલી તાલુકાના તુલચીપુરઃ ગામ અને રાણેલા ગામે પાથમિક શાળાનું નામ વહીવટી તંત્રની ભૂલના આક્ષેપ સાથે ગામના સરપંચે ડીડીઓ અને ટીડીઓને લેખિતમાં રજૂ કરતા ભારે ચર્ચા જાગી છે. આમ પદાધિકારી દ્વારા અધિકારી સામે પ્રશ્ન ઉભો. કરતા ભારે સંસનાટી મચી છે. સાવલીનું છેવડાનું ગામ તુલસીપુરાં છે. આ પંચાયતમાં સમાવિષ્ટ નરભા પુરા, રાણેલા, ભગાના મુવાડા, તુલસીપુરા આમ ચાર પેટાપરા મળીને તુલસીપુરા પંચાયત બનેલી છે. ગામના સરપંચ મહેશ તલાવિયાના લેખિત આક્ષેપ પ્રમાણે તુલસીપુરા ગામમાં તુલસીપુરા પ્રા. શાળા આવેલ છે. તેમજ રાણેલા ગામમાં રાણેલા પા. શાળા આવેલ છે. પરંતુ ૨૦૦૪માં આ બંને પ્રાથમિક શાળાનું નામ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તદ્દન ખોટી રીતે સ્થળની ચકાસણી કર્યા વગર કાયદેસરના પ્રાથમિક શાળાના ઓર્ડરના કાગળો જોયાં વગર ઓર્ડર કરેલ ૧ હતો. જેમાં રાણેલા પ્રાથમિક શાળાનું નામ બદલી તુલસીપુરા પા. શાળા- ૧ કરેલ છે. તુલસીપુરા પ્રા. શાળાનું નામ બદલી તુલસીપુરા પા. ચળણ -૨ કરેલ છે. જે તદ્દન ખોટી રીતે ગેર વ્યાજબી છે.જેનો હાલમાં ગામ પંચાયત કાયદેસરનો ઠરાવ કરી અને તુલસીપુરા પ્રા. શાળાના તમામ ૧૯૯૭ના ઓર્ડરો સાથે કાયદેસરનું નામ કરવા ઠરાવ કરેલ છે. જે ઠરાવ TPEO તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી સાવલીને ૯/૧/૨૦૨૪ના રોજ દરખાસ્ત આપેલ છે. પરંતુ આ બાબતે કોઈ નક્કર પરિણામ ન આવતા ગામના સરપંચે જ પોતાના તાંબાના ગામોની શાળાના નામો અને વિકાસની ગાન્ટો પ્રત્યે પ્રશ્ન ઉભો કરતા સનસનાટી મચી છે. ત્યારે આજે તમામ ગ્રામજનો વડોદરા શહેર જિલ્લા પંચાયત ખાતે એકત્ર થઈ ગયા હતા અને ધારણા પ્રદર્શન યોજવામાં આવ્યો હતો જ્યાં સુધી ગ્રામજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ધારણા પર બેસવાનો નિર્ણય કરવામાં આવ્યો

Related posts

ડ્રગ્સનું હબ બની રહ્યું છે વડોદરા ? હવે અંકલેશ્વર ડ્રગ્સ કેસનું કનેક્શન નીકળ્યું..!

admin

વડોદરામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર દ્વારા તેમના જ વિભાગના કર્મચારીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના અંગે રાવપુરા પીઆઇ કે. જે. રાણા દ્વારા પ્રેસ કોન્ફરન્સ

admin

શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનો ઘોડાપૂર

admin

Leave a Comment