43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં બંધ મકાનમાં આગ

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ પ્રમુખ ભૂમિ સોસાયટીના બંધ મકાનમાં આગ લાગતા આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ કરવામાં આવતા જ જીઆઇડીસી ફાયર ફાઈટરની ટીમ ઘટના સાથે દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત એ શરૂ થયેલ આગ લાગવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે, તેવામાં બુધવારે શહેરના બે જુદાજુદા વિસ્તારોમાં આગ લાગવાની ઘટના બની હતી. પ્રથમ ગાજરાવાડી વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં પડેલા કચરામાં આગ લાગી હતી. જે બાદ નમતી સાંજે તરસાલી વિસ્તારમાં આવેલ વિસ્તાર નગરની પાસેના પ્રમુખ ભૂમિ સોસાયટીના એક મકાનમાં આગ લાગી હતી. જોકે આ મકાન બંધ હોવાથી આસપાસના પાડોશીઓએ તાત્કાલિક આ બનાવ અંગેની જાણ ફાયર વિભાગને કરતા જીઆઇડીસી ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સદ્નસીબે કોઈ હાજર નહીં હોવાથી જાનહાની થતા ટળી હતી. જ્યારે ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું.

Related posts

ડભોઇ તાલુકાના વઢવાણા તળાવના મહેમાન પક્ષીઓ ખેડૂતો માટે બન્યા આફત

admin

ડભોઇ નગરપાલિકાની બેદરકારી: મહુડી ભાગોળમાં પીવાના પાણીની લાઇનમાં ફરી ભંગાણ

admin

ડભોઇ-શિનોર ચોકડી પાસે રોડનું મોટા પાયે ધોવાણ : હજારો પ્રવાસીઓ પર ખતરો

admin

Leave a Comment