40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી કેટલીક વિદ્યાર્થનીઓને ફૂડ પોઇઝનિંગની અસર

એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થનીઓએ કેન્ટીનમાં રાત્રી ભોજન કર્યા બાદ અચાનક કેટલીક વિદ્યાર્થનીઓ ને ફૂડ પોઇઝનિંગની અસર થતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિ. માં વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહીં અભ્યાસ કરી રહી છે. જ્યાં હોસ્ટેલમાં જમવા માટે મેસની સુવિધા પણ ઉપલબ્ધ છે. ત્યારે ગતરોજ યુનિવર્સિટીની ત્રણથી ચાર હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ રાત્રી ભોજન લીધા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી. વિદ્યાર્થીનીઓને એકા એક વોમિટિંગ અને તબિયત નાદુરસ્ત બનતા હોસ્ટેલના વોર્ડનને જાણ કરાઈ હતી. જોકે જોત જોતામાં વિદ્યાર્થનીઓની તબિયત બગડી હોવાની સંખ્યામાં વધારો થતાં તાત્કાલિક યુનિ. ના સત્તાધીશોને જાણ કરી એમ્બ્યુલન્સ બોલાવી વિદ્યાર્થીનીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ તો કેટલાકને ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. આમ આખી રાત ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસ એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યું હતું.

ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસને પણ જાણ કરી તેમની મદદ લેવામાં આવી હતી. હાલ સયાજી હોસ્પિટલ, ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ છે. જોકે હોસ્ટેલમાં રહેતી 80 થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે.

Related posts

ડભોઈ અધૂરાં કામો અને પાણીની અછતથી લોકો ત્રાહિમામ,

admin

જાત મેહનત જિંદાબાદ આવનાર પૂર થી બચવા માટે નાગરીકો જાતે જતરાપો બનાવી તેની પૂજા અર્ચના કરી

admin

ફાસ્ટ ફૂડની દુકાન માંથી દિન દહાડે ચોરીની ઘટના CCTVમાં કેદ

admin

Leave a Comment