વક્રતુંડ સહિતના તમામ ઢોલતાસા,ઢમરુ સાથે ટીમ તથા આતશબાજી સાથે શહેરના રાજમાર્ગો પર ખર્ચીકર યુવક મંડળ ની આ પ્રથમ ગણેશ આગમનયાત્રા નિકળી
ખાસ મુંબઇ ના કલાકાર દ્વારા શિવજીના સ્વરૂપમાં ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી સાથે જ પાછળ કિર્તીમુખ તૈયાર કરવામાં આવ્યું છે
શહેરના ખર્ચીકરના ખાંચામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ ખર્ચીકર યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શનિવારે શહેરના રાજમાર્ગો પરથી શહેરના સૌ પ્રથમ ખર્ચીકર યુવક મંડળ દ્વારા ગણેશજીની ભવ્ય આગમનયાત્રા નિકળી હતી.આ આગમનયાત્રામા વક્રતુંડ સહિતના ઢોલતાસા, ઢમરુ સાથે ટીમ તથા ભવ્ય આતશબાજી અને પોલીસ બંદોબસ્ત સાથે આગમનયાત્રામા સ્વયંભૂ માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ પ્રતિમાને મુંબઇ ના કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે જેમાં ભગવાન ભોળાનાથ ના સ્વરૂપમાં શ્રીજીને બતાવવામાં આવ્યા છે તથા પાછળ કિર્તી મુખ સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર કાર્યક્રમ અંગે મંડળના આગેવાન વીરુ શર્મા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

