40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છેલ્લા ચાર દિવસ થી ફરી એક વખત આંગણવાડીના બાળકો ફ્લેવર દૂધના પાઉચ થી વંચિત

વડોદરામાં આંગણવાડી માં બાળકો દુધ વગર તરસ્યા

બાળકો માટે પૌષ્ટિક ગણાતા દૂધ માટે આંગણવાડી સંચાલકો ના ફાફા,

Icds ના અધિકારી કહી રહ્યા છે ગ્રાન્ટ નથી મળી સાથે બરોડા ડેરી દ્વારા બાળકો ને પીરસાતા દૂધ ના પેકેટ ના ભાવો ડબલ કરી દીધા છે ઉપરાંત ફેટ સહિત ની માત્રા ડબલ કરી નાખી છે, જેથી બાળકો ના સ્વસ્થ અંગે પણ સવાલ ઊભા થયા છે,

જેથી દૂધ ની ગુણવતા અંગે વડોદરા ની એમએસ યુનિવર્સિટી ની હોમ સાયન્સ ફેકલ્ટી ના અધિકારી પાસે સર્વે કરાવવા માં આવી રહ્યો છે,કે વધુ પડતું ફેટ અને કેલરી બાળકો માટે હાનિકારક તો નથી ને કારણકે બાળકો ને ડાયેરિયા સહિત ના રોગો ની ચપેટ માં આવી શકે છે જેથી સંસ્થા એ રૂક જાવ ની પોલિસી અપનાવી છે,

શહેર ની 438 આંગણવાડી માં દસ હજાર કરતા વધુ બાળકો છે આવે છે, જેના ખોરાક, વજન અને ન્યુટ્રેશન ની તકેદારી આંગણવાડી દ્વારા સામાન્ય રીતે રાખવા માં આવતી હોય છે, જ્યાં હાલ દૂધ ના ફાફા છે,

અગાઉ આખો જૂન મહિનો બાળકો ને દૂધ પીરસ્યા વગર ગયો, જેથી જુલાઈ માં વીસ દિવસ દૂધ ના ના પાઉચ મળતા થયા જે હવે ફરી નાણાંકીય અભાવ અને સર્વે ને લઈ ને બંધ થઈ ગયું, આમ ફરી એક વખત બાળકો ને દૂધ થી વંચિત રહેવું પડે છે,

છેલ્લા ચાર દિવસ થી ફરી એક વખત આંગણવાડીના બાળકો ફ્લેવર દૂધના પાઉચ થી વંચિત

અધિકારીઓ એક બીજા ને આપી રહ્યા છે ખો,

બાઈટ અંબિકા જયસ્વાલ, અધિકારી, આંગણ વાડી

જોકે મહિલા અગ્રણી ચંદ્રિકા બેન સોલંકી નું કહેવું છે સરકાર દ્વારા ગ્રાન્ટ નહીં ફાળવાતા આંગણવાડી ના ભૂલકાં ઓ ફ્લેવર્ડ મિલ્ક થી વંચિત રહી ગયા છે,

સરકાર આ માટે વહેલી તકે ગ્રાન્ટ ફાળવે જેથી બાળકો ને પોષણ યુક્ત આહાર પૈકી નું એક ગણાતું દૂધ મળી રહે,

તેમને સરકારી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા, અને બાળકો ના સ્વસ્થ સાથે ચેડા ના કરવા તાકીદ કર્યા હતા,

હવે જોવા નું એ રહેશે કે દૂધ ની રાહ જોઈ ને બેઠેલાં આંગણવાડી ના ભૂલકાં ને દૂધ ક્યારે મળશે,

સરકાર આ માટે તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તે જરૂરી છે,

Related posts

ટ્રેપ ગોઠવી મહિલા પાસે રૂ.2 લાખની ખંડણી માંગનાર આરોપીને ઝડપી પાડતી ગોત્રી પોલીસ

admin

વડોદરા મહા નગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જેતલપુર બ્રિજ પાસે ના લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા

admin

બિલ્ડરોની જુગાર ગમેમાં પોલીસનું ભગડું : વડોદરા તાલુકા પોલીસે 12 શખ્સોને ઝડપ્યા

admin

Leave a Comment