માંગરોળ શહેરમાં એ.કે હોસ્પિટલ દ્વારા પોતાની છ મહિનાની સફળ કામગીરીને નિમિત્તે નિઃશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસ્તારમાં પ્રથમ વખત આટલા વિશાળ સ્તરે આયોજિત નિદાન કેમ્પ માટે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
કેમ્પમાં જનરલ વિભાગ, સ્ત્રીરોગ અને બાળરોગ, ન્યુરોલોજી , ચામડીરોગ, હાડકાં વિભાગ, ફેફસા વિભાગ, કેન્સર વિભાગ
ના નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી. દર્દીઓએ પોતાના રોગ અંગે નિદાન અને જરૂરી માર્ગદર્શન નિઃશુલ્ક મેળવ્યું હતું.
આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ હાજરી આપી અને લાભ લીધો હતો. આયોજકોના જણાવ્યા મુજબ આવા જાહેર ઉપયોગી કેમ્પો વારંવાર આયોજિત કરીને લોકોને આરોગ્ય બાબતે જાગૃત કરવાની દિશામાં પ્રયત્ન કરવામાં આવશે.
એ.કે હોસ્પિટલમાં હાલમાં 24 કલાક ઇમરજન્સી સેવા, જનરલ વિભાગ, બાળરોગ વિભાગ ઉપલબ્ધ છે. ઉપરાંત, ટૂંક સમયમાં સ્ત્રીરોગ (ગાયનેક) વિભાગની સુવિધા પણ શરૂ થવાની માહિતી હોસ્પિટલ દ્વારા આપવામાં આવી છે, જે માંગરોળ અને આસપાસના દર્દીઓ માટે આશિર્વાદરૂપ ઠરશે.

