Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ભાયલી ગામ ખાતે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ કામગીરી દરમિયાન ગેસ લાઇન ફાટી

વડોદરા શહેરના ભાયલી ગામ ખાતે ડી માર્ટ નજીક રોડ બનાવવાના કામ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહેલા રોડ કામ દરમિયાન અચાનક ગેસ લાઇન ફાટી જતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને અનેક લોકોના જીવ તાળવે ચોટાયા હતા.

સ્થાનિક લોકોમાં ઘટનાને લઈને ભારે ગભરાટ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વડોદરા ગેસ લિમિટેડના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લેવા ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. સુરક્ષા પગલાં રૂપે ગેસ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે આશરે એકથી બે કલાક સુધી સમગ્ર વિસ્તારમાં ગેસ સપ્લાય બંધ રહેશે તેવી માહિતી સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી.

સદનસીબે કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. હવે મહત્વનો પ્રશ્ન એ ઊભો થયો છે કે આવા બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી થશે કે નહીં, તે આગામી સમયમાં જોવાનું રહેશે.

Related posts

ડભોઇ સરદાર બાગમાં ભ્રષ્ટાચારની ચર્ચા તેજ – લાખો રૂપિયાનું કામ 4–5 દિવસમાં જ ખરાબ

admin

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં રાજસ્થાની કુલ્ફીની દુકાનમાં લાગી આગ

admin

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર વસાહતમાં પાણી ભરાયાં

admin

Leave a Comment