37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડીમાં પશુપતિનાથ મહાદેવ મંદિર સામે વર્ષોથી બંધ હેડપંપ યુવાનોના પ્રયત્નોથી ફરી શરૂ

નસવાડી ખાતે આવેલા પશુપતિનાથ મહાદેવ મંદિર સામે વર્ષોથી બંધ હાલતમાં પડેલો હેડપંપ સ્થાનિક જાગૃત યુવાનોના પ્રયાસોથી ફરી કાર્યરત બન્યો છે. આવનારી મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને ગામના યુવાનોએ સામૂહિક પહેલ કરી આ કામગીરી પૂર્ણ કરી છે.

મળતી માહિતી મુજબ, મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોવાથી પાણીની જરૂરિયાત વધે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અલ્કેશ તડવી, ચિરાગ ગુપ્તા, અતુલ શર્મા સહિત ગામના આગેવાનો અને યુવાનો એકત્ર થયા અને વર્ષોથી બંધ પડેલા હેડપંપને ફરી શરૂ કરાવ્યો.

સ્થાનિકોમાં આ કામગીરીને લઈ આનંદ અને પ્રશંસાનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે હેડપંપ શરૂ થતાં મહાશિવરાત્રીના દિવસે ભક્તોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ રહેશે.

ગામના આગેવાનોનું માનવું છે કે આવી સામાજિક કામગીરીમાં યુવાનોની સક્રિય ભાગીદારી ગામના વિકાસ માટે સકારાત્મક સંકેત સાબિત થાય છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક થી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બાઇક સાથે યુવક ખાબક્યો

admin

સગર્ભાને રાત્રે પ્રસુતીનો દુખાવો ઉપડતા કાચો રસ્તો હોવાથી ૧૦૮ ઘર સુધી ન આવતા પરિવારજનો સગર્ભાને ઝોલીના નાખીને ઉંચકીને એક કિલોમીટર ચાલીને ૧૦૮ સુધી પહોચાડી

admin

છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજને નુકશાન છોટાઉદેપુર નજીક આવેલ ઓરસંગ નદી પરના બ્રિજ ઉપર ભૂવો પડ્યો

admin

Leave a Comment