Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વધુ એક વખત વડોદરાના વોર્ડ નંબર 16ના રહીશો માટે સરકારની વિવિધ યોજનાઓ માટેના કેમ્પનું આયોજન

હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વધુ એક વખત વોર્ડ નંબર 16 ના રહીશો માટે સરકારની વિવિધ યોજનાઓનો આયોજિત કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વડોદરા શહેરના વોર્ડ નંબર 16 માં છેલ્લા નવ વર્ષથી હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે. જેમાં કુવારીકા દીકરીઓ માટે કાર્યક્રમ હોય, સરકારી શાળામાં ભણતી દીકરીઓ માટે વિવિધ પ્રવાસનું આયોજન, જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવી દીકરીઓની શાળાની ફી ભરવી, વિસ્તારના રહીશોને વિવિધ મ્યુઝિયમની મુલાકાત સહિત વિસ્તારના નાગરિકોને પોતાના ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તેવા આશિષ સાથે વિવિધ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.
ત્યારે ગત રવિવારથી વધુ એક વખત ત્રણ રવિવાર સુધી એટલે કે આગામી બીજી માર્ચ સુધી વિસ્તારના નાગરિકો માટે આધાર કાર્ડમાં સુધારા વધારા, આયુષ્માન કાર્ડ, રેશનીંગ કાર્ડ માં ekyc સહિતનો કેમ્પ આયોજન કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો. સદર કેમ્પમાં વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિસ્તારના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ દ્વારા પણ વોર્ડ નંબર 16 ના 0 થી 70 વર્ષના રહીશોને આયુષ્માન કાર્ડ નો લાભ મળી રહે તેના માટે આયુષ્માન કાર્ડ કેમ્પ કરવા સહભાગી બન્યા હતા ત્યારે આ પ્રસંગે હિરેન મોદી મિત્ર મંડળ વતી વૈદેહી મોદીએ વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિસ્તારના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા સહિત વિસ્તારના તમામ નાગરિકો ઉપરાંત સરકારી કચેરીઓના કેમ્પમાં મદદરૂપ થવા આવેલ તમામ કર્મચારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો

Related posts

વડોદરા શહેરના માંડવી ચાર દરવાજા ની હેરિટેજ ઇમારતના કાંગરા ખરવા મુદ્દે કોંગ્રેસ દ્વારા કાર્ડ્સ સાથે દેખાવો કરતા પોલીસે અટકાયત કરી

admin

સોલંકી સમાજના યુવાનોને નોકરીની લાલચ આપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી કામે લગાવી દેવામાં આવ્યા

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત યોગ તાલીમ શિબીર નું આયોજન કરવામાં આવ્યું હતું પાલિકા દ્વારા આયોજન કરાયું હતું જેમાં સ્થાનિક નગર સેવકો ની પાખી હાજરી જોવા મળી

admin

Leave a Comment