Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્વયમ સૈનિક દળ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના અપમાન બદલ દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામુંઆપે તેવી માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધતા પત્ર જિલ્લા કલેકટરને આવેદનપત્ર

વડોદરાની નવી કલેકટર કચેરી ખાતે સ્વયમ સૈનિક દળ ના પ્રમુખ ભાવેશ મકવાણા આગેવાની હેઠળ સ્વયમ સૈનિક દળના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સુત્રો ચાર સાથે દેશના ગૃહ મંત્રી અમિત શાહ ના ફોટા ચંપલ મારી વિરોધ પ્રદર્શન કર્યો હતો. અને નવી કલેકટર કચેરી ખાતે નિવાસી કલેકટર ને રાષ્ટ્રપતિને સંબોધતા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી
ભારત દેશ ના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી ના અપમાન બદલ દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામું ની માંગણી તા:17 ડિસેમ્બર ના રોજ રાજ્યસભાના સત્ર દરમિયાન વર્તમાન દેશનો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું જેમાં તેણે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી નું અપમાન કરવામાં આવ્યું છે જેમાં એવું કહ્યું હતું કે લોકોને સંવિધાન ના માધ્યમ થી મનુવાદી કાયદાના નર્કમાંથી બહાર કાઢી ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી એ જીવતાં જીવન સ્વર્ગ આપ્યું છે. તો આ 85% લોકો માટે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી ભગવાન સમાન જ છે. ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી નામ લેવાથી આત્મસન્માન જળવાય છે. ભગવાન નું નામ લેવાથી મંદિરોમાંથી બહાર કાઢી દેવામાં આવે છે અને અપમાન કરવામાં આવે છે, જેથી આજરોજ સ્વયમ સૈનિક દળના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે ભારે સુત્રોચાર સાથે દેશના ગૃહ મંત્રી અમિત શાહ ના ફોટા ચંપલ મારી વિરોધ પ્રદર્શન કર્યો હતો. દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી ના અપમાન બદલ દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામું ની સ્વયમ સૈનિક દળ એ માંગણી કરી હતી.

Related posts

ડભોઇ આંગણવાડી મહિલાઓ દ્વારા રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

SSG હોસ્પીટલની બહાર દર્દીઓના સગા-સંબધીઓ ઠંડીમાં ઠુંઠવાયા

admin

ની સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે ઉપવાસ રહેતી કુવારીકાઓને ડ્રાયફ્રુટ ફ્રુટનું વિતરણ શહેરના કમાટીબાગ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

admin

Leave a Comment