36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈના દર્ભાવતી ધામે વિરાટ હિન્દુ સંમેલન : “હિન્દુ જાગશે તો વિશ્વ જાગશે”નો ગર્જનારો સંદેશ

ડભોઈ દર્ભાવતીની પવિત્ર ધરતી ઉપર મહાવીર વસ્તી વિસ્તારમાં આવેલ તમાકુ વાગા ખાતે ૧લી માર્ચ ૨૦૨૬, રવિવારે સાંજે ભવ્ય અને શિસ્તબદ્ધ માહોલમાં આયોજિત વિરાટ હિન્દુ સંમેલનમાં “હિન્દુ જાગશે તો વિશ્વ જાગશે”નો ગર્જનારો સંદેશ ગુંજ્યો. સર્વ હિન્દુ સમાજના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ સંમેલનમાં સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ, સામાજિક એકતા અને રાષ્ટ્રશક્તિના મંત્રને પ્રખર રીતે પ્રતિધ્વનિત કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ભક્તો, સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓની ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, શિસ્ત અને સંકલ્પના વાતાવરણમાં સંપન્ન થયો. કાર્યક્રમના મુખ્ય વક્તા માનસરોવરદાસજી બાપુએ પોતાના ઉર્જાસભર અને પ્રેરણાદાયી સંબોધનમાં હિન્દુ સમાજને આંતરિક ભેદભાવ, જાતિવાદ અને વિખવાદ ભૂલી સંગઠિત થવા, સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ જાગૃત કરવા તથા યુવા પેઢીને સનાતન મૂલ્યો અને સંસ્કારો સાથે જોડવા આહ્વાન કર્યું. તેમણે જણાવ્યું કે હિન્દુ સમાજની એકતા જ રાષ્ટ્રની સાચી શક્તિ છે અને સનાતન પરંપરા પર થતા પ્રહારો સામે મૌન નહીં, પરંતુ સજાગ અને સચેત પ્રતિસાદ આપવાનો સમય આવી ગયો છે. બાપુશ્રીએ ઉપસ્થિત જનમેદનીને સંકલ્પ અપાવ્યો કે સમાજમાં નૈતિકતા, સેવા, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમનો દીવો પ્રગટાવી હિન્દુ જાગૃતિને ગતિ આપવી જ આજની સૌથી મોટી ફરજ છે. કાર્યક્રમ દરમિયાન “હિન્દુ જાગશે તો વિશ્વ જાગશે”ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજતું રહ્યું. આ સંમેલનમાં વડોદરા જિલ્લાના સંઘવાચક તુલસીભાઈ પટેલ (ટી.પી. પટેલ), વિરલ દરજી સહિત અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈની ધરતી પરથી ઉદ્ભવેલો એકતા, જાગૃતિ અને સંસ્કારનો આ સંદેશ દૂર દૂર સુધી પ્રસરશે એવી વિશ્વાસપૂર્ણ લાગણી સાથે સંમેલન સફળતાપૂર્વક પૂર્ણ થયું.

Related posts

રાવપુરા વિસ્તારમાં આવેલી મેડિકલ દુકાનમાં વહેલી સવારે આગ લાગી

admin

વડોદરામાં 11 લાખની કિંમતના MD ડ્રગ્સ કેસમાં બે વોન્ટેડ આરોપીઓ મુંબઈમાં 2 કરોડના MD ડ્રગ્સ સાથે ઝડપ્યા

admin

વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં વોર્ડ નંબર 11 માં જય બજરંગ સોસાયટી ઘણા ટાઈમથી ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકો દ્વારા રોષ ઠાલવ્યો

admin

Leave a Comment