40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામે 3 માસથી ટ્રાન્સફોર્મર બળી જતા લોકો અંધારામાં

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા 3 વાર ટ્રાન્સફોર્મર બદલવામાં આવ્યા પરંતુ ટ્રાન્સફોર્મર 3 વાર બળી ગયા હોવાનું ગણું મધ્યગુજરાત વીજકંપની ગાય રહી છે. સાથે લોકો વીજ ચોરી કરતા હોવાથી ટ્રાન્સફોર્મર વારંવાર બળી જતો હોવાનો અધિકારીઓનો અનુમાન માટે નવા કનેક્શન માટે લોકો અરજી કરશે તો નવું ટ્રાન્સફોર્મર આપવામાં આવશે તેવું ડેપ્યુટી ઈજનેરનું તબલધી ફરમાન.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેંદા ગામે 400 જેટલા લોકોની વસ્તી છે. ત્યારે ખેંદા ગામે ત્રણ માસ થી વીજ પુરવઠો નથી લોકો અંધારામાં જીવી રહ્યા છે. જ્યારે પ્રાથમિક શાળાના બાળકો શાળામાં પંખા વગર અભ્યાસ કરી રહ્યા છે. મધ્ય ગુજરાત વીજકંપનીનું ટ્રાન્સફોર્મર બળી જતાં ગ્રામજનો એ રજૂઆત કરતા મધ્ય ગુજરાત વીજ કંપની ત્રણ વાર ટ્રાન્સફોર્મર બદલીને લગાવે છે.
પરંતુ વારંવાર ટ્રાન્સફોર્મર બળી જાય છે. હવે અધિકારીઓ નવું ટ્રાન્સફોર્મર ના લગાડતા ગ્રામજનોને હાલ તો અંધારાપટ્ટમાં રહેવાનો વારો આવ્યો છે. મધ્ય ગુજરાત વીજકંપનીમાં લોકોએ રજૂઆત કરી ત્યારે મધ્યગુજરાત વીજકંપનીના ડેપ્યુટી ઇજેનરે 10 હોર્સ પાવરનું ટી.સી લગાવવામાં આવે છે. જયારે બીજા અન્ય લોકો વીજ ચોરી કરતા હોવાથી ટ્રાન્સફોર્મર બળી જાય છે. જ્યારે ગામમાં ઓછા કનેક્શન છે. માટે ગ્રામજનો વીજ કનેક્શન માટે નવા ફોર્મ ભરે અને વીજ કનેક્શન મેળવે તો જ નવું ટીસી લગાવવામાં આવશે. તેવું તબલધી ફરમાન જારી કરી દીધું છે. જ્યારે અત્યાર સુધી 10 હોર્શ પાવરનું ટિસી ચાલતું હતું. અને ગામમાં કોઈ વીજ ચોરી કરતું નથી. તો પણ મધ્યગુજરાત વીજકંપનીના ડેપ્યુટી ઈજનેરના આવા નિર્ણયથી આદિવાસી સમાજના લોકોને અંધારા ઉલેચવાનો વારો આવ્યો છે. અને જો વીજ ચોરી કરવામાં આવી રહી હતી. ત્યારે અધિકારીઓ શું કરી રહ્યા છે. જ્યારે આદિવાસી વિસ્તારમાં લોકોને વીજળી મળે તે માટે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે. લોકોને મફત મીટર આપવાની યોજના છે. ત્યારે ખેંદા ગામમાં અધિકારીઓ મનમાણી કરી ટ્રાન્સફોર્મર ના લગાડતા હાલ પ્રાથિમક શાળાના બાળકો, આંગણવાડીના નાના ભૂલકાઓ તેમજ ગ્રામજનો લાઈટ વગર મુશ્કેલી ભોગવી રહ્યા છે. અધિકારીઓ પોતાના સત્તાનો પાવર સાઈડ ઉપર રાખી ગ્રામજનોની મુશ્કેલી હલ કરી નવું ટ્રાન્ફોર્મર લગાડી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

જેતપુર પાવી પોલીસ સ્ટેશનના રેલવે ગરનાળા પાસે હાઇવે રોડ ઉપરથી કિ.રૂ.૨૭,૪૦૫/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુરલોકલ ક્રાઇમ બ્રાન્ચ….

admin

નસવાડીના ભરબજારમાં બેફામ હાઈવા ડમ્પરોનો આતંક: ચાર વિદ્યાર્થિનીઓનો આબાદ બચાવ

admin

છોટાઉદેપુર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા પુર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા મોકડ્રિલનું આયોજન

admin

Leave a Comment