Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મહાનગરપાલિકાની મળેલી સમાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપો ઠાલવ્યો

વડોદરાની પૂરની પરિસ્થિતિને લઇ પાલિકાના પાંચ હોદ્દેદારને જવાબદાર ઠેરવ્યા હતા.

વડોદરમાં પૂરથી ભારે તારાજી સર્જાઈ હતી. જે બાદ લોકોમાં ધારાસભ્યની સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે મહાનગરપાલિકાની મળેલી સમાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપો ઠાલવ્યો હતો. વડોદરાની પૂરની પરિસ્થિતિને લઇ પાલિકાના પાંચ હોદ્દેદારને જવાબદાર ઠેરવ્યા હતા. પૂર બાદ ગુરૂવારે વડોદરા મહાનગરપાલિકાની સમાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપો ઠાલવ્યો હતો. વડોદરાની પૂરની પરિસ્થિતિને લઇ વોર્ડ નંબર 12ના કોર્પોરેટર મનીષ પગારે પાલિકાના પાંચ હોદ્દેદારને જવાબદાર ઠેરવ્યા હતા. કોર્પોરેટરે સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી પર કોર્પોરેટરે બળાપો ઠાલવ્યો હતો. વિશ્વામિત્રી નદીમાં પૂર સમયે તમામ નિર્ણયો ચેરમેને જ લીધા હતા. કોર્પોરેટરોની વાત સ્થાયી સમિતિ ચેરમેન ન સાંભળતા હોવાનો પણ ભાજપ કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો.
વિસ્તારમાં જઈ શકાતું નથી ગાળો બોલે છે લોકો – કોર્પોરેટર મનીષ પગાર કોર્પોરેટર મનીષ પગારે કહ્યું કે, ‘વિશ્વામિત્રી નદીના દબાણો હવે દૂર થવા જ જોઈએ. મારા વિસ્તારના લોકો પાસે ખાવાનું અનાજ કે પહેરવા કપડાં નથી. વિસ્તારમાં જઈ શકાતું નથી ગાળો બોલે છે લોકો. અમે કહીંએ તો અમારી કોઇ કિંમત જ નથી.’

Related posts

GMERS દ્વારા ચાલુ શૈક્ષણિક અભ્યાસક્રમ માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ્દ કરવા માટે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

admin

ડભોઇ તાલુકાના થરવાસા ઓવર બ્રિજ નજીક વાલમાં લીકેજ હોવાથી હજારો ગેલન પાણીનો વેડફાટ

admin

ડભોઈ તાલુકાના કરનાળી-ચાણોદ બ્રિજ પર જોખમ બેફામ રેતી ખનનથી પાયા દેખાવા લાગ્યા, તંત્રની ઊંઘ ક્યારે ઉડશે

admin

Leave a Comment