છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ખાંડીયા અમદાર ગામની મહિલા દ્રારા ખાંડીયા અમાદાર ગામની બાજુમાં આવેલ સજોડ ગામમાં દેશી દારૂના અડ્ડા ઉપર હલ્લાબોલ કરવામાં આવેલો. જેનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો. વાયરલ વિડીયોમાં દારૂ વેંચતા ઈસમો દ્રારા દર મહિને પોલીસને હપ્તા આપતા હોવાની કબૂલાત કરવામાં આવી. સરકારના દારૂ બંધીના કાયદાના ધજાગરા ઉડાવી પોલીસ દ્રારા હપ્તા લેતા હોવાની કબૂલાત ખુદ દારૂ વેચનારા ઈસમો દ્રારા કરવામાં આવી. વાયરલ વિડીયો પરથી ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર જ છે તેવું જણાય રહ્યું છે. મહિલાઓ દ્રારા વિડીયો વાયરલ કર્યા બાદ સ્થળ પર પકડેલ દારૂનો નાશ કરી દેવામાં આવ્યો. આ તો માત્ર એક જ ગામની વાત છે. આદિવાસી વિસ્તારોમાં આવા કેટલાય ગામોમાં બેફાર્મ દારૂ વેંચતા હશે તેવી લોક ચર્ચા.
વિમલ રાઠવા, જેતપુર પાવી

