ઉત્તરાયણને આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી છે,ત્યારે વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો,વડોદરાના નવલખી મેદાન ખાતે આજે સવારે આંતરાષ્ટ્રીય પતંગોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આ વેળાએ મેયર,વિધાનસભાના દંડક બાળુ શુક્લ સહીત અગ્રણીઓએ પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી.આંતરાષ્ટ્રીય પતંગોત્સવમાં 12 દેશનાં 38 અને દેશનાં પાંચ રાજ્યના 13 પતંગબાજો સહિત રાજ્યના કુલ 96 પતાંગબજોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.
previous post

