36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાત

દિવાળી પહેલા વડોદરામાં ITનું મેગા ઓપરેશન:બે બિલ્ડર ગ્રુપ અને તેના ભાગીદારોની 12થી વધુ જગ્યાએ દરોડા, અમદાવાદ, સુરતના 100થી વધુ અધિકારીઓ જોડાયા

ગુજરાતમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સે વડોદરામાં મેગા ઓપરેશન હાથ ધર્યું છે. બે બિલ્ડર ગ્રુપ ઉપર ઇન્કમટેક્સે દરોડા પાડ્યા છે. 12થી વધુ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. વડોદરાના નામાંકિત બિલ્ડર નિલેશભાઈ શેઠ અને સોનકભાઈ શાહ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સ ત્રાટક્યું છે. અમદાવાદ, સુરત અને વડોદરાથી 100થી વધુ અધિકારીઓ ઓપરેશનમાં જોડાયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.

બિલ્ડર લોબીમાં સન્નાટો
દરોડામાં રિયલ એસ્ટેટ, ગ્રૂપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્ટીટેક્ટ સુધી પણ તપાસનો રેલો પહોંચ્યો છે. વડોદરામાં આટલી મોટી કાર્યવાહીને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તપાસ લાંબી ચાલે તેવી શક્યતા છે.

Related posts

વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી

admin

અખિલ ભારતીય સંત સમિતિએ વકફ ખરડા 2024ને પોતાનું સમર્થન જાહેર કર્યું

admin

મકરસંક્રાંતિના આગમન સાથે બજારોમાં શેરડી અને બોરના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો

admin

Leave a Comment