જોઇન્ટ પોલીસ કમિશ્નર મનોજ નિનામાની પ્રેસ કોન્ફરન્સ
નાગરવાડા મહેતાવાડી પાસે થયેલી મારામારીમાં ત્રણ જણને ઇજા થઇ હતી
મૃતક તપન પરમાર હોસ્પિટલમાં મિત્રની ખબર જોવા ગયો હતો
તે દરમ્યાન સારવાર હેઠળ રહેલ ઇજાગ્રસ્ત બાબર પઠાણ વોર્ડમાંથી કેન્ટીન પર ગયો હતો
બાબરે કેન્ટિન પર ચા પીતા તપન પરમાર પર ચાકુ વડે હુમલો કરી મોત નિપજાવ્યું
કારેલીબાગ, રાવપુરા, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા રાત્રે કાર્યવાહી શરૂ કરાઇ હતી
અત્યાર સુધી કુલ 6 આરોપીઓ સામે કાર્યવાહી કરી 5 ની ધરપકડ કરવામાં આવી છે
કારેલીબાગ અને રાવપુરા એમ બે અલગ અલગ પોલીસ મથકોમાં જુદા જુદા ગુના નોંધાયા છે
કારેલીબાગમાં હત્યાનાં પ્રયાસનો અને રાવપુરામાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે
ઘટનાની શરૂઆત જુગાર રમવા બાબતે થયેલાં ઝઘડાથી થઇ હતી
જુગારનાં પૈસાની બાબતમાં ઝઘડો થયાં બાદ મારામારી થઇ હતી
બાબર પર અગાઉ દારૂનાં અને મારામારીનાં ગુના પણ નોંધાયા છે
કુખ્યાત હિસ્ટ્રીશીટર બાબર સામે અત્યાર સુધી 25 જેટલાં ગુના નોંધાયા છે
અગાઉ બાબરને પાસા હેઠળ પોરબંદર જેલમાં પણ મોકલાયો હતો
આરોપી પાસે ચાકુ ક્યાંથી અને કેવી રીતે આવ્યું તે અંગે તપાસ ચાલુ
જવાબદાર પોલીસ કર્મચારીઓની બેદરકારી અંગે પણ તપાસ ચાલુ છે
પોલીસ કર્મચારીઓની બેદરકારી હશે તો તેઓ સામે પગલાં લેવાશે

