138 જેતપુર પાવી વિધાનસભાના જેતપુર પાવી તાલુકાના કુકણા નાની તેજાવાવથી મોટી તેજાવાવ ગામે રીસર્ફેસિંગ રોડનું 170.00 લાખના ખર્ચે બનશે. જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકોની રજૂઆત અને અંતરીયાળ ગામોને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડની સરકાર માંથી મંજૂરી મેળવી રીસરફેસિંગ રોડ 170.00 લાખના ખર્ચે બનાવવામાં આવશે. વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે. કાર્યક્રમમાં વિસ્તારના આગેવાનો,ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર

