વડોદરામાં લાયન્સ ક્લબ્સ દ્વારા જીવનદાયી સેવાઓ સહિત સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ મહિલાઓ વરિષ્ઠ નાગરિકો અને કોર્પોરેટ્સ માટે અવેરનેસ સહિતના વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે.
લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા છે.જે છેલ્લા 107 વર્ષથી માનવકલ્યાણ માટે સતત કાર્યરત છે.આજે 200 થી વધુ દેશોમાં અને 14 લાખથી વધુ સભ્યો સાથે લાયન્સ સંસ્થા સમાજના વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર છે. ભારત સહિત અનેક દેશોમાં આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, બ્લડ બેંક અને કુદરતી આફતોમાં રાહત જેવી સેવાઓ દ્વારા લાયન્સ ક્લબ્સે અદ્વિતીય યોગદાન આપ્યું છે.ગુજરાતના મધ્ય વિસ્તારમાં આવેલા લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 F1, જેમાં 120થી વધુ ક્લબ્સ કાર્યરત છે, વડોદરામાં સમાજ કલ્યાણ માટે અવિરત સેવાઓ આપી રહ્યું છે. આ અંગે વડોદરામાં યોજાયેલ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર દિપક સુરાણા અને ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઈ પ્રજાપતિએ માહિતી આપી હતી.તેમના નેતૃત્વ હેઠળ આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, યુથ ડેવલોપમેન્ટ અને મેન્ટલ હેલ્થ જેવા વિવિધ ક્ષેત્રોમાં અનોખા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે.25,000 લોકો માટે CPR તાલીમ, 1,00,000 ડાયાબિટીઝ ચેકઅપ કેમ્પ, ગુડ ટચ બેડ ટચ’ વિષય પર બાળકો માટે 500 જાગૃતિ સેમિનાર, 10 દિવસીય મેન્ટલ હેલ્થ સર્વિસ વીક જેમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને કોર્પોરેટ્સ માટે અવેરનેસ કાર્યક્રમો યોજાશે.ડિસ્ટ્રિક્ટ ગવર્નર દિપક સુરાણાએ આગામી સમયમાં વડોદરાના શ્રેષ્ઠ પાયોનિયર અને પ્રતિષ્ઠિત નાગરિકોને સન્માન આપવા માટે બરોડા રત્ન એવોર્ડ અને અનસુંગ હીરો એવોર્ડ ની શરૂઆત કરવાની જાહેરાત કરી છે.

