Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સંકષ્ટ ચોથ નિમિતે રાવપુરા શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે મહાપૂજા અને મહા આરતીનું આયોજન

વડોદરા: સંકષ્ટ ચોથના પાવન અવસરે રાવપુરા વિસ્તારમાં સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં વિશેષ મહાપૂજા, કેસર સ્નાન અને મહા આરતીનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું.

વહેલી સવારે ગણપતિ બાપાને કેસર સ્નાન કરાવવામાં આવ્યું ત્યારબાદ ગણેશ સ્તોત્રોચ્ચાર સાથે મહાપૂજા અને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં વહેલી સવારે થી જ ભક્તોની અવરજવર વધતી જોવા મળી હતી.

આજનો ચંદ્રોદય રાત્રે 8.36 કલાકે થનાર હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા સાંજે વિશેષ મહા આરતી રાખવામાં આવી છે. તમામ ભક્તોને આરતીનો લાભ લેવા વિનંતિ અને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભક્તોએ સંકષ્ટ ચોથના વ્રત સાથે વિઘ્નહર્તા ગણપતિના આશીર્વાદ મેળવવા માટે ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.

Related posts

ગોઠડા ગ્રામપંચાયતની સ્વચ્છતા જુમ્બેશ : રમઝાન અને હોળી પૂર્વે ગામમાં સઘન સફાઈ કામગીરી

admin

આઝાદ યુથ કાઉન્સિલ દ્વારા આયોજિત દ્વિતીય સામૂહિક લગ્ન આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરા શહેરના દૂધવાળા મહોલ્લામાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી, જાનહાનિ ટળી

admin

Leave a Comment