વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ મથકની હદમાં આવેલ જિમમાંથી પીસ્તલ અને જીવતા કારતુસ સાથે એક શખ્સને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો.
વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરીને ચોક્કસ માહિતીને આધારે કૃણાલ ચાર રસ્તા પાસે સિગ્નેટ પ્લાઝામાં આવેલ જીમમા રેઈડ કરતા એક સુખવિંદરસિંગ નામના ઈસમના લોકરમાં તપાસ કરતા એક પ્લાસ્ટીકની થેલીમા રાખેલ ગેરકાયદેસર હથિયાર પિસ્ટલ મેગજીન સાથે તથા છ જીવતા કારતુસ (રાઉન્ડ) મળી આવ્યા હતા.જે અંગે પોલીસે આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ આર્મ્સ એકટ હેડ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી.

