Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર શ્રીસ્વામિ નારાયણ ગુરુકુલ ખાતે “શિક્ષક દિન”નિમિતે બેસ્ટ પ્રિન્સિપાલ તરીકે કુ.વૈભવી જોશીને સ્કૂલ તરફથી એવોર્ડ


ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ના જન્મદિવસને સમગ્ર રાષ્ટ્રમાં “શિક્ષક દિન” તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિસાવદર ખાતે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ ૭૧ વિદ્યાર્થીઓએ પવિત્ર એવા શિક્ષક તરીકેની ભૂમિકા અદા કરી હતી. ત્રણેય વિભાગમાં ગત સાલ સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ તરીકેનું જવાબદારીભર્યું સ્થાન દીપાવ્યું હતું. શાળા સંકુલના સૌથી નાના સૈનિક પટાવાળા તરીકેની ભૂમિકા બેવિદ્યાર્થીઓએ નિભાવી હતી.

જેમાં ત્રણ નિર્ણાયક શ્રીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવેલ હતું . તેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર છાત્રોને તથા શિક્ષક તરીકેની ભૂમિકા ભજવેલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી આનંદસ્વરૂપ સ્વામી તથા આચાર્યશ્રી તથા સર્વે સ્ટાફગણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

બે છાત્રોએ
“શિક્ષક દિન”નો મહિમા સુંદર શૈલીમાં રજૂ કર્યો હતો. અને બે છાત્રોએ આજના દિવસના શિક્ષક તરીકેના તેમના ખટ્ટા મીઠા અનુભવો ખૂબ જ સરળતા અને નિખાલસતાથી રજૂ કર્યા હતા.જેમાં વિસાવદરના એડવોકેટ અને નોટરી નયનભાઈ જોશીની દીકરી કુ.વૈભવી નયનભાઈ જોશીને બેસ્ટ પ્રિન્સિપાલ તરીકેનો એવોર્ડ આપવામાં આવેલ હતો જેમાં કુ.વૈભવી જોશીએ પોતાના વક્તવ્યમાં એક દિવસ પ્રિન્સિપાલ બની તે બદલના પોતાના અનુભવો વ્યક્ત કરેલા હતા અને વધુમાં આ શૈક્ષણિક સંસ્થામાં ચાલતા શૈક્ષણિક કાર્યો ની માહિતી આપેલ હતી અને “મા” પછી કોઈ મહાન ગુરુ હોય તો તે “માસ્તર” છે અને એક માતાના શિક્ષણની સાથોસાથ ગુરુનું પણ મહત્વ જીવનમાં કેવું હોય તેની વિસ્તુત છણાવટ પોતાના વકતવ્યમાં કરેલ હતી અને સ્કૂલ તરફથી તેમને એક દિવસના બેસ્ટ પ્રિન્સિપાલ તરીકે સુંદર કામગીરી કરવા બદલ સાહોલિયાસાહેબના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતી.

આ “શિક્ષક દિન”ની ઉજવણીનું સમગ્ર આયોજન ગુરુકુલના સંચાલક શ્રી જીતુભાઈ ડોબરિયાની રાહબરી હેઠળ થયું હતું.તેમ સ્કુલના પ્રિન્સિપાલ અસ્વીન દોશી ની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. બ્યુરો ચિફ લલિત ચાવડા

Related posts

વિસાવદર ભારતીય જનતા પાર્ટી વિધાનસભા 87 નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાથે થયું કાર્યાલયનું ઉદ્ઘાટન.

admin

વિસાવદર વિધાનસભા 87 મા R P I પાર્ટીના ભેસાણના ઉમેદવાર ભયું ઉમેદવારી ફ્રોર્મ

admin

વિસાવદર ખાતે ICDS દ્વારા ‘સશક્ત કિશોરી સુપોષિત કિશોરી મેળા’નું ભવ્ય આયોજન

admin

Leave a Comment