40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

MSUમાં ત્રણ મહિનામાં ૮૦૦ હંગામી શિક્ષકોની ભરતી થશે

૧૦ હોદેદારોની વર્ક લોડ કમિટી ની રચના કરવામાં આવી.

નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં યુનિ.માં હંગામી શિક્ષકોની ભરતી માટે હેડ ઓફિસ દ્વારા તમામ ફેકલ્ટીઓ-કૉલેજો પાસેથી યાદી મગાવાઈ છે. જે અંગે આજે મળેલી વર્ક લોડ કમિટીની બેઠકમાં ૮૦૦ હંગામી શિક્ષકોની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત એપ્રિલ મહિનામાં યુનિ. દ્વારા નોટિફિકેશન પ્રસિદ્ધ કરાશે.
અરજીઓ મગાયા બાદ મે મહિનામાં ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાશે. યુનિ. દ્વારા જૂન મહિના સુધીમાં હંગામી શિક્ષકોની નિમણૂક અપાશે. કોમર્સ ફેકલ્ટીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેથી આ ફેકલ્ટીમાં હંગામી શિક્ષકોની વધુ ભરતી થાય તો નવા શૈક્ષણિક વર્ષમાં સાડા છ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેમ છે.તે ઉપરાત વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો પણ ભવિષ્યમાં કાયમી થશે તેવી અટકળો પણ ચાલી રહી છે…

Related posts

વડોદરા શહેરમાં વર્ષોથી કાર્યરત માખી જાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદોને જીવન જરૂરી સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું

admin

સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં ઈશુદાન ગઢવી હાજરી આપી

admin

વડોદરા શહેરના વિવિધ રોડ-રસ્તાઓ ખાડાઓની કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર નીકળ્યા

admin

Leave a Comment