37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી તાલુકા પંચાયતમાં નવા ટીડીઓનું સ્વાગત, કર્મચારીઓએ ફટાકડા ફોડી કરી આવકારવિધિ

સાવલી તાલુકોની સાવલી તાલુકા પંચાયત કચેરીમાં લાંબા સમયથી ઇન્ચાર્જ ટીડીઓ દ્વારા વહીવટ ચાલી રહ્યો હતો. આજે રેગ્યુલર તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) હાજર થતાં કચેરીના કર્મચારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

માહિતી મુજબ અગાઉ ટીડીઓ તરીકે ફરજ બજાવતા વી.એમ. પ્રજાપતિની દિવાળી પહેલાં વડોદરા તાલુકા પંચાયત ખાતે બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ સાવલી તાલુકા પંચાયતમાં નવી નિમણૂક ન થતાં વહીવટી કારણોસર વિકાસ પ્રજાપતિએ ઇન્ચાર્જ ટીડીઓ તરીકે ફરજ સંભાળી હતી.

આજે સાવલી તાલુકા પંચાયત ખાતે રેગ્યુલર તાલુકા વિકાસ અધિકારી તરીકે એ. આઈ. શેખ હાજર થતાં તાલુકા પંચાયતના કર્મચારીઓએ ફટાકડા ફોડી અને ફૂલહાર પહેરાવી તેમનું આવકાર સાથે સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા.

નવા ટીડીઓની નિમણૂકથી તાલુકા પંચાયતના વહીવટ અને વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા કર્મચારીઓ તથા સ્થાનિકોમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

જાણીતા ઉદ્યોગપતિ સીપી કન્નન દ્રારા બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.

admin

નસવાડી પોલીસે મધ્યપ્રદેશના 6 ઘરફોર ચોરોને બે દિવસના રિમાન્ડ લઈને સદ્દન પૂછ પરછ કરી

admin

સ્વામી ધર્મ પ્રકાશજી મહારાજનો 117મો અને સ્વામી અશોકપ્રકાશજી મહારાજનો 70મો જન્મદિવસ ઉજવાશે

admin

Leave a Comment