Genius Daily News
આંકલાવઆણંદ જિલ્લો

આણંદ બાળકી હત્યા કેસમાં નવો વળાંક, આરોપીએ દુષ્કર્મ ગુજાર્યાની કરી કબૂલાત

આંકલાવ તાલુકાના નવાખલ ગામે થી અપહરણ, દુષ્કર્મ અને ખુનના ગુનાના કામના આરોપીને આણંદ જીલ્લા પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.

આંકલાવ તાલુકાના નવાખલ ગામેથી તા.30 ઓગસ્ટના રોજ પાંચ વર્ષની બાળકી ગુમ થવાનો બનાવ બન્યો હતો.જે મામલે પોલીસેનવાખલ ગામના તથા ઉમેટા ચોકડી ઉપરના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતા એક ઇસમ બાઈક ઉપર ગુમ થયેલ બાળકીને લઇ જતા નજરે પડ્યો હતો.તેને આધારે તે ઇસમ અને બાળકીની શોધખોળ કરતા શંકાસ્પદ યુવક મળી આવ્યો હતો. જેને યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા તેણે પાંચ વર્ષની બાળકીને મકાઈ ડોડો ખાવાના બહાને બાઇક પર બેસાડી ઉમેટા ચોકડી થઇ સિંધરોટ ચોકડી પછી મીની નદીના બ્રિજ પછીની કોતરોમાં બાઇક મુકી બાળકીને લઇને નદીની કોતરોમાં ગયો અને ત્યા બાળકીના મોઢા ઉપર રૂમાલ બાંધી બાળકી સાથે દુષ્કર્મ કરી તેનુ ગળુ દબાવી હત્યા કરી તેને મીની નદીમાં ફેકી દીધી હતી. ત્યાર બાદ તે બાઇક લઇને પરત નવાખલ ગામે આવી ગયો હતો.અને ત્યાર બાદ અપહરણ કરાયેલ બાળકીના માતા પિતાઅને ગ્રામજનો સાથે જોડાઇને પોલીસ સ્ટેશન પણ આવ્યો હતો.બાદમાં પોલીસ દ્વારા વિવિધ ટિમો મારફતે મીની નદીથી મહીસાગર નદી સુધી શોધખોળ કરવામાં આવી હતી.જે શોધખોળમા ગતરોજ અંપાડ ગામની પાસે મીની નદીના કિનારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.જેનેશ્રી કૃષ્ણ હોસ્પીટલ કરમસદ ખાતે ફોરેન્સીક એક્સપર્ટ દ્રારા પેનલથી પોસ્ટ મોર્ટમ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આરોપી
અજય ઉર્ફે રાહુલ પઢીયારને નામદાર કોર્ટને રીપોર્ટ આપી આરોપીના પોલીસ કસ્ટડીના રીમાન્ડ ઉપર સોંપવાનો રીપોર્ટ કરતા નામદાર કોર્ટ તરફથી આરોપીના દિન-4 ના પોલીસ કસ્ટડીના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

Related posts

આણંદ જિલ્લાના વાસદ–બોરસદ હાઈવે પર પીકઅપ વાનને પૂરઝડપે આવી રહેલી ટ્રકએ ટક્કર મારતા જોરદાર બ્લાસ્ટ

admin

આણંદના આંબાવ ગામમાં ભયાનક ઘટના : બે યુવકોને જીવતા સળગાવવાનો પ્રયાસ, સરપંચ સહિત ચાર સામે આરોપ

admin

ગુજરાતની પ્રસિદ્ધ અમૂલ ડેરીમાં બાયોગેસ પ્લાન્ટમાં લાઈનની અંદર બલૂનમાં મોટો બ્લાસ્ટ

admin

Leave a Comment