આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત પુનિયાવાંટ એકલવ્ય મોડેલ રેસેડન્સી સ્કૂલના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની તબિયત ખરાબ થઈ હતી. કુલ ૧૧૬ બાળકો બીમાર પડતા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ, તેજગઢ chc અને પાવીજેતપુર chc ખાતે બાળકોને સારવાર માટે દાખલ કરાયા હતા. ૧૧૬ પૈકી ૧૦૫ બાળકોની તબિયત સારી થતાં ડિસ્ચાર્જ કરાઈ ચૂક્યા છે. પરંતુ બાળકોની તબિયત બગડવા પાછળનું ચોક્ક્સ કારણ અત્યાર સુધી જાણી શકાયું નથી. તેવામાં ગઈકાલે કોંગ્રેસના નેતાઓએ શાળાના ભોજનાલયની મુલાકાત કરી સડેલું અનાજ અને શકભાજી બાળકોને પીરસાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે આજે સાંસદ જશુભાઈ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ સહિતના પદાધિકારીઓએ આજે શાળા કેમ્પ્સની મુલાકાત લઇ ડિસ્ચાર્જ થઈને આવેલા બાળકોના ખબર અંતર જાણ્યા, સાથે ભોજનાલયની મુલાકાત લઇ જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં કૉંગ્રેસના આરોપોને રાજકીય ગણાવી ઘટના બની ત્યારબાદ જિલ્લા પ્રશાસન, આરોગ્ય વિભાગ અને શાળા તંત્રની કામગીરીની સરાહના કરી હતી.

