36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ચૈત્ર નવરાત્રી અષ્ટમી નિમિત્તે વડોદરાના માંડવી ખાતે આવેલ મેલડી માતા મંદિરે ભક્તોનું ઘોડાપુર

ચૈત્ર નવરાત્રીના પાવન અષ્ટમી પર્વે વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવથી પૂજા-અર્ચના કરી હતી.

સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે, જેમાં ચૈત્ર સુદ આઠમનો દિવસ ખાસ પવિત્ર ગણાય છે. આ અવસરે ભક્તો શ્રીફળ, ચુંદડી, ફૂલહાર અને પ્રસાદી સાથે માતાજીના ચરણોમાં અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરતા જોવા મળ્યા હતા.

અષ્ટમીના આ પાવન દિવસે મંદિર તરફથી વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો અને ભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

Related posts

વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ઋત્વિજ જોષી ઉપર ફરી કળશ ઢોળાયો

admin

ઇંગ્લેન્ડને હરાવી ભારત ફાઈનલમાં, વડોદરા શહેરમાં વિજયોત્સવનો માહોલ

admin

મોડર્ન પેટ્રોફિલ્સ કંપનીના કર્મચારીઓ દ્વારા તેમને તેમના હક્કો મળે અને ન્યાયિક તપાસ થાય તે અંગે જૂની કલેકટર કચેરી ખાતે જિલ્લા આઈ.જી.ને આવેદન પત્ર

admin

Leave a Comment